વાગરા: CISF કોલોની ખાતે 56 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, જવાનોએ પરેડ યોજી ધ્વજને સલામી આપી..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા સ્થિત CISF કેમ્પસ ખાતે CISF યુનિટ ONGC ગંધાર તેમજ ગેઈલ ગંધાર અને ONGC દહેજના કર્મચારીઓ દ્વારા “૫૬મઆ સ્થાપના દિવસની ઉજવણી સંપૂર્ણ ગર્વ અને ઉર્જા સાથે કરવામાં આવી હતી.

જેમાં જવાનોએ પરેડ યોજી હતી. જે બાદ જવાનોએ CISF ના ધ્વજને સલામી આપી હતી. આ વેળાએ સહાયક કમાન્ડટ તેજવીર સિંહનાઓએ CISF કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને સંબોધિત કર્યા હતા. સહાયક કમાન્ડટ જે.કે મિશ્રા, CISF યુનિટ ONGC દહેજ અને અમર સિંહ, સહાયક કમાન્ડટ, CISF યુનિટ ગેઈલ ગંધાર પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.

I/C CPF અશોક કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જેમણે તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.

સદ્દામ બી. ભટ્ટી વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!