રાજ્યમાં સમાન સિવિલ કોડ ના અમલ મામલે ભરૂચ જિલ્લા વાસીઓ ના અભિપ્રાય લેવાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC) નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડનાં અમલીકરણ બાબતે સૂચનો,મંતવ્યો મેળવવાનાં ભાગરૂપે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતનાં સભ્ય દક્ષેસ ઠાકર અને ગીતાબેન શ્રોફ ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા.બેઠકના પ્રારંભ મા સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય ગીતા શ્રોફે ઉપસ્થિત સૌને આવકારી જણાવ્યું હતું કે, લગ્ન, ભરણ પોષણ, રજીસ્ટ્રેશન વગેરેની બાબતમાં સમાનતા અને મહિલાઓ તેમજ બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરાશે.તેઓએ ઉપસ્થિત સૌને સ્પષ્ટ અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી વહેલી તકે સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.વધુમાં, સમિતિના સભ્ય દક્ષેસ ઠાકરે કહ્યું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે.

ત્યારે સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો,મંતવ્યો આપવા અંગે ગુજરાત સરકારના પોર્ટલ ( https://uccgujarat.in) ની વિગતો આપી હતી.ઉકત બેઠકમાં ધાર્મિક સંસ્થાનાં વડાઓ, કોલેજનાં આચાર્યો, કાયદાનાં નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

આ તબક્કે ભરૂચ અને અંકલેશ્વર નગર પાલીકા પ્રમુખ, પ્રાંત અધિકારી ડીવાયએસપી સહીતના અધિકારીઓ, કાયદાનાં નિષ્ણાંતો, ધાર્મિક સંસ્થાનાં વડાઓ, કોલેજનાં આચાર્યો, સામાજિક કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

એહવાલ:-સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!