રાત્રીના 3 વાગ્યાના સુમારે આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને રેકર્ડ રૂમનું રેકર્ડ બળી ગયું હતું.
જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ રાત્રે જ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગના કારણે આમોદ તાલુકા પંચાયતના રેકર્ડ રૂમમાં જુના રેકર્ડ બળીને રાખ થઇ ગયા હતા.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી અને ભાજપના અધિકારીઓએ બળીને રાખ થઈ ગયેલા રેકોર્ડ રૂમની મુલાકાત લીધી હતી. આ અંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યું હતું કે લોકચર્ચા મુજબ અહીં જાણી જોઈને આગ લગાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સદ્દામ બી. ભટ્ટી આમોદ









