ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહેલએ દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
ડભોઇ મહુડી ભાગોળ થી સુંદરકુવા સુધી નવી ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. એ દરમિયાન પીવાના પાણી ની પાઈપ લાઈનમાં ભંગાણ થતાં ૮ ફૂટ જેટલા પાણી ના ફુવારા ઉડી રહ્યા છે. એક તરફ ડભોઇ નગર પાલિકા કેટલાક વિસ્તારમાં કેટલીક જગ્યા ઉપર વિકાસના કામો કરી રહી છે. ત્યારે પીવાના પાણી ની લાઈન માં ભંગાણ થતા વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ હોવાનું વિસ્તારના રહીશો માંથી જાણવા મળેલ છે. આ પાણીના મોટા ફુવારા ઉડતા હોવાથી આ વિસ્તારમાં પીવાનું પાણી ઓછું આવી રહેલ છેનુ આ વિસ્તારના રહીશોમાં ચર્ચાઇ રહયું છે. જ્યારેકે ડભોઇ નગરપાલિકા ની બેદરકારીના કારણે હજારો ગેલન પાણી વેસ્ટ જઇ રહ્યું છે. એક તરફ પીવાના પાણી માટે લોકો વલખા મારે છે. જ્યારે બીજી બાજુ હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નું કામ ચાલી રહેલ છે.જેના કારણે પીવાના પાણીની પાઇપ લાઇન માંથી ૮ ફૂટ ના ઊંચા ફુવારા પાણીના ઉડતા નજરે પડે છે. છેલ્લા કેટલાક ટાઈમથી ડ્રેનેજ નું કામ ચાલતું હોય આ વિસ્તારના લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. ડભોઇ નગર પાલિકાની બેદરકારી સામે આવી છે. ગટરની અને પીવાના પાણીની કામગીરી ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલી રહી છે. જેને લઈને કામગીરી દરમિયાન પીવાના પાણીના પાઇપ લાઇનમાં મોટું ભંગાણ થયું હોય ૮ ફૂટ જેટલા ફુવારા ઉડી રહ્યા છે. પાણી પીવાનું વેસ્ટ જઈ રહ્યું છે. શું ડભોઇ નગરપાલિકાનું તંત્ર અને કોન્ટ્રાક્ટર વહેલી તકે પીવાના પાણીની પાઇપલાઇન રીપેરીંગ કરશે ખરા ? આ પાણી વેસ્ટ જતું બચાવી શકાય તેમ છે. તો સત્વરે રીપેરીંગ કરવામાં આવે એવી આ વિસ્તારના રહીશોની તીવ્ર માગ ઉઠવા પામી છે. એક તરફ પાણી બચાવો સરકાર નું સૂત્ર છે. બીજી તરફ ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો બે ધ્યાન હોવાનું પ્રજામાં ચર્ચાઇ રહ્યું હતું.

ડભોઇ મહુડીભાગોળ થી સુંદરકુવા વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહેલ તે દરમિયાન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા ૮ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડી રહેલ જે તસવીરમાં નજરે પડે છે.
તસવીર:બાલકૃષ્ણ શાહ- ડભોઇ









