ડભોઇ તાલુકાના અકોટાદર વસાહતગામ પાસે મોડી રાત્રે
ડભોઇ તાલુકાના અકોટાદર વસાહત ગામ પાસે કમ કમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવાનોના મોત થયાં હતા. કાર અને સુઝુકી કંપનીનું એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દિવસે અને દિવસે ડભોઇ થી બોડેલી હાઇવે પર અકસ્માતોની વનજાર વધી રહી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અકસ્માતના પગલે પરિવારના લાલ ગુમાવી દીધા હતા. આ અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન પોલીસ અથવા સરકારી તંત્ર આયોજન કરે તો અકસ્માતો ને નિવારી શકાય તેમ છે. ડભોઇ તાલુકાના અકોટાદર બસ સ્ટેન્ડ પાસે એકટીવા અને કાર વરચે સર્જાયો ગમખવાર અકસ્માત માં બે ના મોત થયા હતા.

અકસ્માતની ઘટનામાં સુઝુકી ની એકટીવા પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુંણ મોત નીપજ્યા હતા. જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના અકોટાદર ગામ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે ફોરવીલ ગાડી નંબર GJ 1 HG 5144 કાર ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જઈ રહ્યો હતો. તે સમયે એકટીવા પર સવાર ને અડફેટ માં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આતિશભાઈ રમેશભાઈ તડવી ઉંમર વર્ષ ૨૨ ગામ વાંકી ખાખર તેમજ રાહુલભાઈ અર્જુનભાઈ તડવી ઉંમર વર્ષ ૨૩ ગામ સીમળીયા વસાહત, ડભોઇના રહેવાસી હતા. અકસ્માતમાં શરીરને ગંભીર ઇજાઓ પહોંચતા આ બંનેના ઘટના સ્થળે જ કરુણમોત થયા હતા. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ડભોઇ પોલીસે ઘટના સ્થળે પોહચી અકસ્માતે મોત નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









