એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ કલારાણી ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષસ્થાને વાર્ષિકોત્સવ ઉજવાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આદિવાસી બહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટેની જ્યોત જલાવી છે એવી ગુરુ ગોવિંદ યુનિવર્સીટી સલગ્ન્ન ચંદ્રમોલી ફાઉન્ડેશન સંચાલિત એકલવ્ય કોલેજ કલારાણી ખાતે B.A, B.Com, BRS, MSW, DSI, ANM, GNM માં ૨૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જગાડવા દર વર્ષે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે.

તેવીજ રીતે આ વર્ષે પણ ઉમંગ ૩ વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અભ્યાસ અને ખેલ મહાકુંભ માં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી વાલીઓ આગેવાનો તેમજ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે પુર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ સ્વપ્ન હતુ કે મારે આદિવાસી વિદ્યાર્થીઓને ખુબ સારુ શિક્ષણ આપવુ છે. જેના માટે તે વિસ્તારમાં શાળાઓ, મહાશાળાઓ ખોલી તેમણે ભણાવી આ વિસ્તારના વિદ્યાર્થીઓ પાછળ લાગતો પછાત શબ્દ કાઢી નાખવો છે.જે મારુ સપનું છે. જે આજે ધીમે ધીમે પુર્ણ થઈ રહ્યુ છે. જીવનમા સ્કાય ધી લિમિટ ઈટ ઈઝ હાફ ધી ટ્રુથ ડબલ સ્કાય લિમીટ ની વાત કરી રહ્યા છે. તેમ જણાવી એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓને વાર્ષિકોત્સવ ઉમંગ 3 માટે શુભકામનાઓ પાઠવી હતી.

યોજાયેલા વાર્ષિકોત્સવ માં પૂર્વ સાંસદ નારણભાઇ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, ગુરુગોવિંદ યુનિવર્સીટી ના કુલપતી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા, ડો. રવિન્દ્રસિંહ સરવૈયા ચંદ્રમૌલી ફાઉન્ડેશન ના પ્રમુખ ભરતસિંહ ગોહિલ સહીત મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એહવાલ :- ફૈજાન ખત્રી, છોટાઉદેપુર

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!