જશ્ને વિલાદતે મૌલા અલી નિમિત્તે “જૂલુસે હૈદરી” યોજાયું

આણંદ ના હાડગુડ ગામે અલી શેરે ખુદા મુશ્કિલ કુશા ના વિલાદત ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઇશા ની નમાઝ બાદ સૈયદ સઝ્ઝાદ બાપુ ની સરપરસ્તી માં જામાં મસ્જિદ ખાતે થી ભવ્ય જુલુસે પ્રસ્થાન કર્યું હતું.

ઝુલુસ દરમિયાન નાતે પાક ના તરાના,હઝરત અલી ની શાનમાં મનકબત તેમજ નારે હૈદરી ના નારાઓ થી કકડતી ઠંડી માં પણ વાતાવરણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો. હાડગુડ ના રાજમાર્ગો પરથી પસાર થઈ હઝરત પીર સૈયદ કમાલુદ્દીન કાદરી ના આસતાના પર ઝુલુસ નું સમાપન થયું હતું.ઝુલુસ દરમિયાન હઝરત અલી મૌલાએ કાયેનાત ના વિલાદત પ્રસંગે મદ્રસા એ ગુલશને બગદાદ ના હોલ માં શ્રદ્ધાળુઓ માટે મગરીબ ની નમાઝ બાદ આમ ન્યાઝ નું ખાસ આયોજન કરાયું હતું.જૂલુસે હૈદરી ને સફળ બનાવવા સૈયદ મુનાફ બાપુ તેમજ સૈયદ નવાઝ રાજા અને સૈયદ તારીકે ભારે જહેમત ઉઠાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે હાડગુડ ગામના સૈયદ સમાજના નવયુવકો દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી સતત જૂલુસે હૈદરી ભારે હર્ષોલ્લાસભેર યોજાય છે.જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઇ ને હઝરત અલી પ્રત્યે ની પોતાની આસ્થા ને પ્રગટ કરતા હોય છે.

સૈયદ અમજદ(બાપુ) આણંદ









