૧૦૫ વર્ષ જૂની ગુજરાત ની પ્રથમ સુન્ની મુસ્લિમ સંસ્થા મદ્રસ એ મિસ્કીનિયહ ધોરાજી ખાતે જ્ઞાન સભર સ્પર્ધા યોજાઇ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ધોરાજી: ૧૦૦ વર્ષ ઉપરાંત જુની સુન્ની મુસ્લિમ કેન્દ્ર સમાન સંસ્થા મદ્રસ એ મિસ્કીનિયહ ધોરાજી ખાતે સંસ્થા ના પ્રિન્સીપાલ હુઝૂર અલ્લામા અલવી સાહબ ના વડપણ હેઠળ, મૌલાના નવાઝ સાહેબ ના પ્રમુખ સ્થાને તેમજ સર્વે ટ્રસ્ટીઓ અને શિક્ષકગણ ની રાહબરી માં સંસ્થા ના વિદ્યાર્થીઓની દરમિયાન એક જ્ઞાન વર્ધક સ્પર્ધા રાખવામાં આવેલ હતી જેમાં તા. ૧૨-૧-૨૦૨૫ રવિવાર ના દિવસે સવારે ૮:૩૦ કલાકે કુર્આન શરીફ ની તિલાવત અને નાત શરીફ રજૂ કર્યા પછી સ્પર્ધા શરૂ થઈ હતી જેમાં અઝાન, વ્યાકરણ સાથે કુર્આન પઠન અને દીન ને લગતા અને રોજીંદા જીવનમાં ઉપયોગી એવા માહિતી સભર સવાલ જવાબ પુછવામાં આવ્યા જેના વિદ્યાર્થીઓ એ સંતોષકારક જવાબો આપ્યા 

આ સ્પર્ધામાં ૩ જજો ની પેનલ એ ખુબ જ ચીવટપૂર્વક અને બહુ જ‌ બારીકાઈથી નિરીક્ષણ કરી નંબરો આપ્યા હતા, આ હરીફાઈ ખુબજ રસાકસીભરી બની રહી હતી, તે સિવાય ૮ વિદ્યાર્થીઓ એ વિવિધ વિષયો પર સચોટ અને ધારદાર દલીલો દ્વારા પોતાના વિશિષ્ટ અને અનોખા અંદાજમાં પ્રશ્નો ના જવાબો આપ્યા હતા ખાસ કરી ને રાષ્ટ્ર પ્રેમ અને દેશ ભક્તિ વિશે એક વિદ્યાર્થી એ એવા જવાબો કુર્આન અને હદીસ ના પ્રકાશ માં આપ્યા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા

આ તકે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તેમજ ભાગ લેનાર સર્વે સ્પર્ધકો ને સંસ્થા તરફથી તેમજ દરેક સમાજ અને જ્ઞાતિના લોકો દ્વારા વિવિધ ઈનામો અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ શિક્ષકો અને ટ્રસ્ટીઓ ને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા

આ સમયે સંસ્થા ના આ ગુલશન ને પોતાના ખુન પસીના થી સીંચી ને એક વટવૃક્ષ બનાવનાર મહાન હસ્તી હુઝૂર ઉસ્તાઝુલ્ઓલોમા અલ્લામા ગુલામ ગૌષ અલવી સાહબ ને કેમ વિસરી શકાય? પળેપળ તેમની યાદ સતાવતી હતી, તેઓ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શકેલ ન હતા પરંતુ અવિરત તેમની તંદુરસ્તી અને દિર્ઘાયુ માટે દુઆઓ થતી રહી 

અંતે ઇન્ચાર્જ પ્રિન્સીપાલ મૌલાના નવાઝ સાહેબ, મૌલાના મુફતી મુનવ્વર રઝા સાહબ, સંસ્થા ના પ્રમુખ સાહેબ હાજી અફરોઝ ભાઈ લકડકુટા અને સેક્રેટરી હાજી બાસિત ભાઈ પાનવાલા દ્વારા સર્વે હાજરજનો અને આમંત્રિત મહેમાનો તેમજ મિડિયા જગત ના સાથી મિત્રો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યું.

ડિજિટલ યુગ ન્યૂઝ, ધોરાજી 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!