ઉતરાયણની ખરીદી કરવા બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યું

ઉતરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ડભોઇ નગરના ટાવર વિસ્તારમાં અને વડોદરી ભાગોળ થી લઈ ડેપો જવાના માર્ગ પર પતંગ બજારમાં પતંગો ખરીદવા તેમજ દોરી ગુબારા ઓ સાથે મોજ-મસ્તી કરવા માટે પીપૂડી જે અવનવી ડિઝાઇન માં મળે છે તે ખરીદવા માટે નાના બાળકોથી માંડી મોટા લોકો આ બજારમાં ઊમટી પડતાં મોટા વાહનો તેમજ કારને જવા માટે માર્ગ રહેયોન હતો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધૂમ ખરીદી નીકળતા આ માર્ગો આજે નાના જણાતા હતા.ગામે ગામથી લોકો ડભોઇ બજારમાં ઊમટી પડયા હતા. જેને લઇને નગરના મુખ્યમાર્ગો પર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ડભોઇ નગરમાં આવેલ વિવિધ ચશ્મા ઘરોમાં તેમજ ફૂટપાથ પર વેચાતા ગોગલ્સ લેવા માટે યુવાનો તેમજ યુવતીઓ ઉમટી પડતા આજે તેના ભાવ વધી જવા પામ્યા હતા. અવનવી ડિઝાઇનના ગોગલ્સમાં અલગ-અલગ વેરાયટીઓ આજે જોવા મળી હતી.ઉતરાયણ અગાઉથી જ ચશ્મા ની દુકાનવાળા સ્ટોક કરી દેતા હોય છે જે ઉતરાયણ પૂરું થયા પછી તે ગોગલ્સ જોવા મળતા નથી. આ અંગે પતંગ ના રસિયાઓ એકબીજા સાથે ચર્ચા કરતાં સાંભળવા મળ્યા હતા. ઉતરાયણ પર્વ બે દિવસ ઉજવવામાં આવે છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ નગરજનો ઉજવતા હોય છે બીજા તહેવાર જો ના મનાવતા હોય પરંતુ ઉત્તરાયણ તો ઉજવવા માટે અગાઉથી તૈયારી માં લાગી જાય છે.ગમે તેમ પણ આ મકરસંક્રાંતિની ઉજવણી કરવા માટે તેઓ હંમેશા અગાઉથી તેનું આયોજન કરી દેતાં જોવા મળે છે. અબાલ વૃદ્ધ મહિલાઓ યુવાનો યુવતીઓ અને બાળકો નું પ્રીય પતંગ પર્વની ધામધૂમથી ઉજવવા માટે સુતનાર રેલ વાળાને ત્યાં પણ સુતાવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.
પતંગ પર્વમાં રેલ અને પતંગો પાછળ લાખો રૂપિયા ઉપરાંતનું ટર્નઓવર થતું હોવાનું અનુમાન છે. અગાઉના વર્ષોમાં ડભોઇમાં ગણ્યાગાંઠ્યા પતંગો નો વેપાર કરતા હતા હાલમાં આ પર્વને લઇ ડભોઇ નગરમાં આવેલ ઘરના ધાબાઓ તેમજ છાપરાઓ લોકોએ પાણી વડે આજરોજ ધોઈ નાખેલ છે. મકરસંક્રાંતિમાં માથે પહેરવા માટેની અવનવી ટોપીઓ પણ યુવાનો ખરીદતા જોવા મળે છે દાન કરવા માટેની શેરડી પણ વેપારીઓ પાસેથી ખરીદી કરતા નગરજનો જોવા મળે છે આજે છેલ્લા દિવસે મકરસંક્રાંતિના તહેવાર ને લઇ લોકો ખરીદી અર્થે ઉમટી પડ્યા હતા. છેલ્લે છેલ્લે બજારમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી.
તસવીર :બાલકૃષ્ણ શાહ- ડભોઇ









