હાડગુડ ના શફીક સૈયદે પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ના હાડગુડ ગામના શફિક અલી સૈયદે પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરતા ચારુતર વિદ્યા મંડળ ,હાડગુડ ગામ તેમજ સૈયદ સમાજ મા હર્ષ ની લાગણી પ્રસરી જવા પામી છે.

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી ના કેમિસ્ટ્રી વિભાગના પ્રતિભાશાળી શફીકઅલી યુસુફઅલી સૈયદે કેમિસ્ટ્રિ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ.રિતુ દિક્ષિતના માર્ગદર્શન હેઠળ સંશોધન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.તેઓએ “Design and Synthesis of Some Biological Active New Heterocyclic Derivatives” વિષય પર સંશોધન કાર્ય હાથ ધર્યું હતું.ઉલ્લેખનીય છે કે મહત્વપૂર્ણ સંશોધનમાં તેમણે નવતર એન્ટીમેલેરિયલ ડ્રગ્સ નું સંશ્લેષણ કરી વિજ્ઞાનક્ષેત્રે નોંધપાત્ર યોગદાન પ્રદાન કર્યું છે.તેમની આ વૈજ્ઞાનિક સિદ્ધિ પર યુનિવર્સિટી પરિવાર, શિક્ષકવર્ગ તથા સંશોધન ક્ષેત્રના સૌએ તેઓની કામગીરી ને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!