આમોદ તાલુકાના કોલવણા ની હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની એ એસ એસ સી ની પરીક્ષામાં નાહીયેર કેન્દ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલાવણા ની શાળામાં ઇતિહાસ રચ્યો હતો.SSC માં શાળા નું ૧૦૦ % અને સામાન્ય પ્રવાહ માં ૯૩.૫૫% પરિણામ આવતા કોલવણા ગામમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.આમોદનું કોલવણા ગામ શિક્ષણ ક્ષેત્રે વિખ્યાત બન્યુ છે.વાલીઓ પોતાના બાળકોનું જીવન ઉજ્જવળ બને એ માટે તનતોડ પ્રયાસો કરી રહ્યા છે.ગામની હાઈસ્કૂલમાં આસપાસ ના ચાર ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.ચાલુ વર્ષે SSC માં શાળાનું ૧૦૦% અને HSC માં ૯૩.૫૫% પરિણામ આવતા શાળા પરિવાર અને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.કોલવણા હાઈસ્કૂલ શરૂ થઈ ત્યાર થી અત્યાર સુધી ના સમય મા SSC માં સૌથી વધુ ૯૨.૬૬% જેટલું ઊંચું પરિણામ મેળવી રઈશા મુબારક માંજરા એ ઈતિહાસ રચ્યો હતો.

એટલુંજ નહિ રઈશાએ નાહીયેર પરિક્ષા કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું અને ગામને ગૌરવ અપાવ્યુ હતુ.SSC માં બીજા ક્રમે રાઠોડિયા હીરલ શૈલેષભાઈ ૮૬.૫૦% અને તૃતીય ક્રમે પટેલ તનજીમાં મોહસીનભાઈ એ ૮૨.૮૩% ગુણ મેળવ્યા હતા.જ્યારે HSC માં પ્રથમ ક્રમે પટેલ સામિયા ઇશાક એ ૭૯.૨૮%,દ્વિતીય ક્રમે રાણા મુસ્કાનબાનું મનહરસિંહ ૭૮.૦૦% તેમજ તૃતીય ક્રમે માનુવાલા મુસ્કાન મુબારકે ૭૭.૪૨% મેળવી સિદ્ધિ હાંસિલ કરી હતી.ટ્રસ્ટી અબ્દુલભાઇ ગોઇડ,આચાર્ય પટેલ મોહસીનભાઈ, શાળા પરિવાર,શાળા સંચાલક મંડળ ના સદસ્યો,સરપંચ ઝફર ગડીમલ અને ગામના વડીલોએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા સાથે સૌ સફળતા ના ઉચ્ચ સોપાનો સર કરે એવી દુઆઓ ગુજારી હતી.
સૈયદ અમજદ (બાપુ)









