વાગરા તાલુકાના લીમડી ખાતે થી જુગાર રમી રહેલા ને વાગરા પોલીસે ઝડપી પાડી જુગારધારા અંતર્ગત કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. ઉચ્ચ કક્ષાએ થી જીલ્લામા પ્રોહીબીશન-જુગાર જેવી અસામાજીક પ્રવૃતી ચલાવતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલ સુચના અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનનાપોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ફુલતરીયા ના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના જવાનો પખાજણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે લીમડી ગામે નવીનગરીમાં આવેલ આર.સી.સી રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે. જે અનુસંધાને પોલીસે જુગાર રમાઈ રહેલ જગ્યાએ ત્રાટકી ને જુગારી ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુધ્ધ જુગાર ધારા ની કલમ ૧૨ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે જુગાર રમતાભીખાભાઈ માનસંગભાઈ રોહિત રહે-પખાજણ પરમાર ફળીયુ,જયંતીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ રહે-લીમડી, નવીનગરી,તથા સંજયભાઈ સોમાભાઈ રાઠોડ રહે-લીમડી, નવીનગરી, નરેશભાઈ જયંતીભાઈ રાઠોડ રહે-લીમડી નવીનગરી,અને ભીખાભાઇ ભાઇલાલભાઇ રાઠોડ મુળ રહે-રમણગામડી તાલુકો,જીલ્લો વડોદરા હાલ રહે-લીમડી, વિષ્ણુભાઈ જયંતીભાઈ રાઠોડ રહે- લીમડી, નવીનગરી તાલુકો-વાગરા જીલ્લો-ભરૂચ ને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે ઝડપાયેલા ઇસમોની અંગે ઝડતી કરતા રોકડા રૂપીયા ૬,૬૦૦ તથા દાવ ઉપર ના રોકડા રૂપીયા ૩,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૧૦૦/- કબ્જે કર્યા હતા.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









