દક્ષિણ ગુજરાત માં વીજ પુરવઠો ઠપ્પ, ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં વીજ ઘટ્ટ સર્જાઈ.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના સામે આવી છે.સૂત્રો થકી પ્રાપ્ય વિગતો મુજબ ઉકાઈ ટી.પી.એસ ના ચાર યુનિટ ટ્રીપ થતાં ૫૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન ઘટયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી ની સમસ્યા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ઉકાઈ TPS ના ચાર યુનિટ ટ્રીપ થતા ૫૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન ઘટતા સર્જાયેલ વિજકટોકટી ને નિવારવાDGVCL દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.સાંજ સુધીમાં વીજ પુરવઠો રાબેતા મુજબ થવાની શકયતા વ્યક્ત કરાઈ છે.

સરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત, વાપી, વલસાડ, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ ખોરંભે ચઢી ગયા હતા.વીજ સમસ્યાને પગલે લોકો એ ટોરેન્ટ પાવરની ઓફીસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જો કે, વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કે, સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી પુનઃ પ્રસ્થાપિત થઈ જશે.એક તરફ ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ છે, ત્યારે સુરત, તાપી, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજળી ડૂલ થઈ છે. સુરત તાપી, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઈટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે હોબાળો કર્યો હતો.જ્યારે ગેટકો અને એલએમયુ તરફથી મળેલા અહેવાલો મુજબ 400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી.સમગ્ર મામલે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) તેને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યું છે.ગ્રીડ ફેલ થતાં વીજળી ગઈ હોવાનું DGVCL દ્વારા જણાવામાં આવ્યું હતું.સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે.ઉલ્લેખનીય છે કે સર્જાયેલી વીજ મુશ્કેલીમાં ટ્રેન વ્યવહારને કોઈ જ અસર પડશે નહીં,કારણે ટ્રેનની વીજ લાઈન તદ્દન અલગ હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!