ભરૂચ ના શુકલતીર્થ ગામના તલાટી તેમજ અન્ય બે લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાયા…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં તલાટી ઉમેશ પટેલ રૂપિયા ૮ હજારની લાંચ લેતા ઝડપાઇ જવા પામ્યા હતા.

                            ‌      ફાઈલ ફોટો 

ફરિયાદીને વારસાઈની કામગીરી કરી આપવા લાંચની માંગણીકરી હતી. ગ્રામપંચાયતના વી.સી.ઈ.રવિરાજસિંહ પરમાર અને ચિરાગ ત્રિવેદીની પણ ધરપકડ એ.સી.બી એ કરી હતી.શુકલતીર્થ ના તલાટી એ લાંચ ની માંગણી કરતા ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકું ગોઠવી તલાટી તેમજ અન્ય બે ને ઝડપી પાડયા હતા.ફરીયાદી વારસાઈ ની કામગીરી અર્થે શુક્લતિર્થ ગ્રામ પંચાયત ખાતે આવી તલાટી ઉમેશ પટેલ ને મળેલ અને વારસાઈ બાબતે જરૂરી કાગળો રજુ કર્યા હતા તેમ છતા તલાટી દ્વારા વારસાઈનુ કામ કરેલ નહી અને છેલ્લા દોઢેક વર્ષથી ધક્કા ખવડાવતા હતા. ફરીયાદી આરોપી તલાટી કમ મંત્રી ઉમેશભાઇને મળેલ અને વારસાઇનુ કામ કરી આપવા જણાવેલ જેથી તલાટી એ વારસાઈના કામના રૂ.૮,૦૦૦/- થશે જે માટે તમે કેનિલભાઈ(વી.સી.ઈ)ને મળી લેજો તેમ જણાવતા ફરીયાદી એ રવિરાજસિંહ પરમાર ને મળ્યા હતા. વી.સી.ઈ સાથે મળી વારસાઈ ના કામ બાબતે વાતચીત કરી હતી, પરંતુ તલાટી દ્વારા માંગેલ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતાં ફરીયાદી ની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં તલાટી ઉમેશ પટેલ ની લાંચની માંગણી ને આધારે તેમના વતી રવિરાજ સિંહ ફરીયાદી સાથે પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી ચિરાગ ત્રિવેદી નામનાં ખાનગી વ્યક્તિ ને આપવા જણાવતા ચિરાગે નાણાં સ્વીકારી લીધા હતા.જે સમયે એ.સી.બી એ ત્રાટકી ત્રણેય આરોપીઓ ને આબાદ ઝડપી પાડ્યા હતા.અને તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવહી હાથ ધરી હતી.

ઉકત કામગીરી ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.શિંદે, ભરૂચ એ.સી.બી. તથા સ્ટાફ તેમજ સુપરવીઝન અધિકારી તરીકે પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ દ્વારા પાર પાડવામાં આવી હતી.

સદ્દામ બી. ભટ્ટી ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!