વાગરા નગરમાં માત્ર ૧૦ વર્ષનાં ભટ્ટી અરહાને પોતાનો પ્રથમ રોજો રાખી ઈબાદત કરી…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના વાગરા નગરમાં રહેતા અરહાન ભટ્ટી સદ્દામ ભટ્ટીનો પુત્ર એ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રિજવવાનો પ્રયાસ કર્યો છે .

હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. ઇસ્લામ ધર્મમાં રમજાન મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે. જેમાં મુસ્લિમ સમાજના અબાલ વૃદ્ધ વ્યક્તિઓ રોજા રાખી નમાજ પઢી ખુદાની ઈબાદત કરતા હોય છે. હાલ કાળઝાળ ગરમીની મોસમ ચાલી રહી છે. ત્યારે સતત ૧૪ ૧૫ કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરાદરો મશગુલ બન્યા છે.ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં વાગરા નગરમાં ભટ્ટી અરહાન સદ્દામ હુસૈન નો પુત્ર માત્ર ૧૦ વર્ષનો દીકરો ભટ્ટી અરહાન પોતાની જિંદગીનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી દેશ તેમજ સમાજ માટે ખાસ દુવાઓ કરી હતી. માત્ર ૧૦ વર્ષના બાળક એ રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનો એ અરહાન ભટ્ટી ને ફૂલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો 

સદ્દામ બી. ભટ્ટી વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!