ડભોઇ સરિતા ફાટક ઓવર બ્રિજ પર જેસીબી ફસાઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બીજા ઓવરબ્રિજની ગોકળ ગતિએ ચાલતી કામગીરી

ડભોઇ સરિતા રેલવે ફાટક ઉપર બીજી બાજુ બ્રિજનું કામ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર ની બેદરકારીને લઈ આ બ્રિજ નું કામ ધીમી ગતિથી ચાલે છે. ત્યારે બ્રિજ ઉપર જેસીબી ફસાઈ જવાના કારણે બ્રિજ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. જેને કારણે વેગા સુધી વાહનોની લાઈન લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાય હતી. આના કારણે ડભોઇ ગામમાં ટ્રાફિક વાળી દેવામાં આવ્યો હતો. જેમાં મોટા વાહનો પણ આ તરફ શહેરમાં આવતા હોવાથી ડભોઇના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડયો હતો.જેને લઇને વ્યાપારી ઓને ધંધા રોજગારમાં મોટી તકલીફો આજરોજ પડી હતી. વહેલી તકે સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજ નું કામ સમયસર પુરુ થાય તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે. 

સરિતા બ્રિજ પર હાલમાં એકજ ભાગના બ્રિજ પરથી વાહન અવર જવર કરતાં હોય છે. આ માર્ગ પર રવિવાર ના દિવસે બહારથી આવતા વાહન ચાલકો સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ, કરનાળી અને પોઇચા જતા હોય છે.આ વાહન ચાલકો દર વખતે અટવાઈ જાય છે. બ્રિજ પર ટ્રાફિક હોય જેને લઇને ગામમાંથી પસાર થતી વખતે લોકો અટવાય પણ જાય છે. જેને કારણે ડભોઇ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા થઈ જાય છે અને દુકાનદારો પરેશાન થઈ જાય છે. જ્યારે કે પોલીસે ટ્રાફિક જામ થતાં એક સાઈડનો રોડ શરૂ કરવામાં આવ્યો હતો. ડભોઇના વેગા સુધી ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. સરિતા બ્રીજની બીજી બાજુ વહેલી તકે બીજા ભાગના બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. હાલ તો ડભોઇ મહુડી ભાગોળ રાણા ની હોટલ વિસ્તારમાં મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે ડભોઇ પોલીસ આવી ને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. ઓવર બ્રીજ ની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. આ બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

ડભોઇ સરિતા ફાટક ઓવર બ્રિજ પર જેસીબી ફસાઈ જતા ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે વાહન વ્યવહારને ડભોઇ ગામમાં વાળી દેવામાં આવ્યો હતો. તસવીરમાં ટ્રાફિક જામ થયેલો નજરે પડે છે.

તસવીર :-બાલકૃષ્ણ શાહ –ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!