ભરૂચ: જિલ્લા આરોગ્ય શાખા દ્વારા હોટલ રેઝાંતા સેન્ટ્રલ ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ, 1994 હેઠળ જિલ્લાના ખાનગી તબીબો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરાએ PC PNDT-1994 એક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના ખાનગી પ્રેક્ટિસ કરતા ગાયનેકોલોજિસ્ટ અને રેડિયોલોજીસ્ટ ડોક્ટરો માટે PC & PNDT એક્ટ, 1994 એક્ટ હેઠળ સરકારી સેવાઓ અને તેના નિયમો વિશે વર્કશોપનું આયોજન કર્યું હતું.

પીસી અને પીએનડીટી એક્ટ 1994 હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓ/ક્લીનિકોના ડોકટરો માટે રેકોર્ડ રાખવા, માસિક રિપોર્ટિંગ તેમજ એક્ટની જોગવાઈઓ અને ફોર્મ-A ઓનલાઈન માહિતીના અમલીકરણના ઉદ્દેશ્ય સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિગતોથી સૌને વાકેફ કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ, જિલ્લા આરસીએચઓ સહિત મોટી સંખ્યામાં ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

સદ્દામ બી. ભટ્ટી ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!