ડભોઇ નાદોદી ભાગોળ પાસે દશામાના મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારને ગંભીર ઈજા થતા ઈજાગ્રસ્તને નજીકના પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ વધુ ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. ચાર રસ્તા પાસે અવાર નવર અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે આ રોડ ઉપર નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટો બંધ હોય એના કારણે અને રખડતા ઢોરોને કારણે પણ અકસ્માતો સર્જાતા રહ્યા છે. નું રાહત દારીઓમાં ચર્ચાય છે.
ડભોઇ નાંદોદી ભાગોળ જવાના રસ્તે દશામાં મંદિર ચાર રસ્તા પાસે ફોરવીલ ગાડી નંબર જી જે ૦૬ પી.એસ ૩૦૮૮ અને બાઈક નંબરજી જે ૦૬ જેજી ૪૦૯૦ ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક મૌલેશભાઈ કંચનભાઈ વસાવા રહેવાસી મોટા ભીલવગા રોડ ઉપર ફંગોળાઈ જતા શરીર ગંભીર ઈજા થતા ઇજાગ્રસ્ત ને પ્રથમ પ્રમુખસ્વામી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડભોઇ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર દશામાં મંદિરના ચાર રસ્તા પાસે વારંવાર વાહન અકસ્માતો સર્જાતા રહ્યા છે. ડભોઇ નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે અને રખડતા ઢોરના કારણે મોટાભાગે અકસ્માતો સર્જાતા રહ્યા છે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.?

ડભોઇ નાદોદી ભાગોળ નજીક આવેલ દશામાના મંદિર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે તસવીરમાં નજરે પડે છે.
તસવીર :બાલકૃષ્ણ શાહ- ડભોઇ









