વાગરા-પહાજ માર્ગ પર JCB સાથે બાઈક ધડાકાભેર અથડાતા ઓછણના યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના વાગરા-પહાજ માર્ગ પર JCB એ બાઈક ટક્કર, ઓછણના યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વાગરાથી પહાજ જવાના માર્ગ પર પહાજ ગામ નજીક આવેલા તબેલામાંથી અચાનક મુખ્ય માર્ગ પર ધસી આવેલા JCB અને બાઈક વચ્ચે સર્જાયેલ ટક્કરમા ઓછણ ગામના યુવાન સરફરાજ ઉંમરજી પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં યુવાન મોતને ભેટતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ ઓછણ ગામના રહેવાસી સરફરાજ ઉંમરજી પટેલ પોતાની બાઈક લઈને પહાજ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પહાજ ગામ નજીક આવેલા તબેલામાંથી JCB અચાનક બહાર નીકળીને મુખ્ય માર્ગ પર આવી રહ્યું હતું.ત્યારે બાઈક અને JCB વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.

ભયાનક ટક્કર ને પગલે બાઈકચાલક સરફરાજને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતમાં બેદરકારી કોની હતી અને ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.

આ મામલે ગુનો નોંધી અકસ્માતના કારણો અને જવાબદારી નક્કી કરવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઓછણ ગામના યુવાનના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!