વાગરા: રાખડીના દોરે બંધાઈ કોમી એકતાની મિસાલ, મુસ્લિમ બહેન નાજમીને હિન્દૂ ભાઈ લક્ષ્મણને રાખડી બાંધી ભાઈચારાનો સંદેશ…!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના ફૈઝલ પાર્કમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે કોમી એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળી હતી. ફૈઝલ  પાર્કમાં રહેતા મુસ્લિમ મહિલા નાજમીન સદ્દામ ભટ્ટીએ પોતાના માનેલા હિન્દૂ ભાઈ લક્ષ્મણ રાણાને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. નાજમીને લક્ષ્મણ રાણાને ભાઈ માની તેમના કાંડા પર રાખડી બાંધી ત્યારે આ દૃશ્ય માત્ર એક તહેવારની ઉજવણી પૂરતું ન રહ્યું, પરંતુ સમાજમાં પ્રેમ, લાગણી, માનવતા અને કોમી એકતાનો સુંદર સંદેશ આપ્યું હતું.

 સામાન્ય રીતે હિન્દૂ બહેનો પોતાના માનેલા મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધતી હોય તેવા અનેક કિસ્સાઓ આપણે જોતા આવ્યા છીએ, પરંતુ અહીં એક મુસ્લિમ બહેને હિન્દૂ ભાઈને રાખડી બાંધીને ધર્મ અલગ હોઈ શકે, પરંતુ લાગણી અને ભાઈ-બહેનનો સંબંધ અલગ નથી હોતો તે વાત સાબિત કરી છે. રાખડીનો આ નાનકડો દોરો બે વ્યક્તિઓના કાંડા પર બંધાયો, પરંતુ તેની સાથે દિલથી દિલને જોડતો પ્રેમ અને ભાઈચારાનો મજબૂત સંબંધ પણ બંધાયો. નાજમીન અને લક્ષ્મણનો આ સ્નેહભર્યો પ્રસંગ સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યો છે. ધર્મના નામે ભેદભાવ ઊભો કરવાના પ્રયાસો વચ્ચે આવા પ્રસંગો સાબિત કરે છે કે માનવતા સૌથી મોટો ધર્મ છે અને પ્રેમથી મોટો કોઈ સંબંધ નથી. રક્ષાબંધનના આ પવિત્ર પર્વે વાગરાની ધરતી પરથી બંને સમાજ વચ્ચે ભાઈચારો, એકતા અને સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે.

 

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!