જંબુસર :: ડાભા-વેડચ માર્ગ પર નર્મદા નિગમની નહેરમાં ભંગાણ, ખેતપાક પર પાણી ફરી વળતા ભારે નુકશાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર તાલુકાના ડાભા-વેડચ માર્ગ પર આવેલ નર્મદાની નહેરમાં ભંગાણ સર્જાતા ખેતપાક પર પાણી ફરી વળ્યા હતા.જેને પગલે જગતના તાત ને ભારે આર્થિક નુકશાન ની શકયતા સેવાઇ રહી છે.

જંબુસર તાલુકાના ડાભા અને વેડચને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ નર્મદા નિગમની નહેરનો પાળો તૂટી જતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નહેર તૂટવાને કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.પંથકના ખેડૂત હનીફ પટેલની આંબાની કલમોનો નાશ થવા પામ્યો હતો. વાડીમાં રોપવામાં આવેલી આંબાની અંદાજે 300 જેટલી કલમોના છોડ પાણી ભરાવાને કારણે નાશ પામ્યા હતા.

કંકુ માસીની ડેરી નજીક આવેલ ખેતરમાં રહેલ ૨૫૦ થી ૩૦૦ જેટલા લીંબુના છોડ તેમજ બીલી અને આંબાના ઝાડ નાશ પામ્યાની માહિતી સાંપડી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સદર નહેરમા છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે.અને દરરોજના હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. નહેરની બિસ્માર હાલત અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ઓફિસના જવાબદાર અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પણ આવતા નથી. હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક મરામત હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી ઉગ્ર માંગ પંથકના જગતના તાતમાંથી ઉઠવા પામી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!