ધોળકા નગરમાં આવેલ પોપટપરા વિસ્તારમાં બુધવારે એક લગ્ન પ્રસંગમાં બપોરના ભોજન બાદ સાંજે ફૂડ પોઈઝનિંગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. આશરે ૫૦થી પણ વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થવા પામી હતી. આ બનાવની જાણ થતાં જ પાંચથી વધુ ૧૦૮ એમ્બયુલન્સોં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આશ્રગરસ્તોને ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અંજુમન સંસ્થાની એમ્બયુલેન્સ પણ અસરગ્રસ્તોની મદદે દોડી આવી હતી.૧૦ જેટલી એમ્બ્યુલન્સની શાયરનોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રજનીકાંત કાપડિયા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈ, ADHO ડો. કાર્તિક શાહ સહિત જિલ્લાભાર માંથી આરોગ્યની ટીમ ધોળકા દોડી આવી હતી. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તેમની સમગ્ર ટીમ ઉપરાંત ધોળકાના પ્રાંત અધિકારી હિતેષભાઈ જોષી પોપટપરા વિસ્તારમાં તથા ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દોડી ગયા હતા અને જાત માહિતી મેળવી હતી. સારવાર માટે ધોળકા નગરપાલિકા સંચાલિત સરદાર પટેલ હોલમા કેમ્પ શરૂ કરાયો હતો.ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોના સ્ટાફે અસરગ્રસ્તોની સારવાર કરી પ્રસાસનીય કામગીરી બજાવી હતી.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









