આમોદ તાલુકાના રોજા ટંકારીયા ગામમાં આવેલ મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાના એક સામાન્ય બનાવમાં બે પરિવારો વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. આ મારામારીમાં બંને પક્ષોના સભ્યોને ઓછા વત્તા અંશે ઈજાઓ પહોંચી હતી.જેને પગલે મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

જ્યાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવી હતી.હાલ તો રોઝાટંકારીયા ગામે થયેલ મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ સમગ્ર ઘટના પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે.મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાની વાત ને લઈને મનદુ:ખની શરૂઆત થઈ હતી.સમગ્ર બનાવ અંગે પ્રાપ્ય વિગતો અનુસાર રોજા ટંકારીયા ગામના ઈબ્રાહિમ ઈશાકભાઈ પટેલનો પુત્ર સાહીલ ગત ૨૭મી સપ્ટેમ્બરે નમાઝ પઢવા મસ્જિદમાં ગયો હતો.જ્યાં તેનો મોબાઈલ ગુમ થયો હતો.આ બાબતે ગામના જ જાવીદ ઈબ્રાહિમ પટેલ પર શંકા રાખીને તેની પૂછપરછ કરવામાં આવી હતી.જોકે પાછળથી મોબાઈલ મળી આવ્યો હતો.પરંતુ પૂછપરછના આ મામલે બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ઊભું થયું હતું.અને ગામના મુખ્ય માર્ગો પર સામસામે લાકડીઓ ઉછળી હતી.

મનદુ:ખના કારણે રવિવારે પરિસ્થિતિ વધુ વણસી હતી.ગામના તનવીર ઉસ્માન પટેલ, ઝુબેર આદમ પટેલ, ઈમરાન આદમ પટેલ, ઝહીર મહમદ ઈબ્રાહિમ પટેલ અને ઇકરામ સાદિક પટેલ મેઈન બજારના ડેલા પાસે ઊભા રહીને અપશબ્દો બોલી રહ્યા હતા.ત્યારે ઈબ્રાહિમ ઇશાક પટેલ અને તેમના પરિવારજનો સાહીલ પટેલ, ઇરફાન આદમ પટેલ અને ઈમરાન આદમ પટેલ દ્વારા અપશબ્દો ન બોલવા માટે જણાવવામાં આવ્યું હતું. આ સાંભળીને સામેનો પક્ષ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના સપાટા વડે હુમલો કર્યો હોવાની ચર્ચાઓ ગામમાં થઈ રહી છે.ઈબ્રાહિમ પટેલે આ મામલે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જો કે બીજા પક્ષે પણ ફરિયાદ નોંધાવી હતી.જેમાં ઝહીર ઈબ્રાહિમ પટેલે નોંધાવેલ પોલીસ ફરિયાદ ફરિયાદ અનુસાર તેઓ બજારમાં ઊભા હતા.ત્યારે ઈબ્રાહિમ ઈશાક પટેલ અને તેમના પરિવારજનો એ આવીને મોબાઈલની પૂછપરછ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. અને દાદાગીરી કરતા અપશબ્દો બોલ્યા હતા.ઝહીરે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યુ હતું કે મોબાઈલ મળી ગયો હોવા છતાં મારા ભાઈ પર શંકા કેમ કરવામાં આવી હતી. જોકે આ મુદ્દે ઉશ્કેરાઈ ગયેલા ઈબ્રાહિમ પટેલના કુટુંબીજનો એ લાકડાના સપાટા મારી તેમને ઈજાઓ પહોંચાડી હોવાના આક્ષેપો કરાયા હતા.

તેમણે પણ ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમોદ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાની એક નજીવી બાબતે વિવાદ સર્જાતા બે પરિવારો વચ્ચે થયેલ મારામારીની ઘટનાનો વિડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









