ભરૂચ ખાતે યોજાયેલ પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા મા સાઈબર ગુના અંગે માહિતી પ્રદાન કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા રીમેજીંગ વેન્ચર્સ પ્રા.લીના ફાઉન્ડર અને એમ.ડી.અભિષેક મિશ્રાજી, રીમેજીંગ વેન્ચર્સ પ્રા.લીના મનમોહનકુમાર પાઠકજી તેમજ અતિથિ વિશેષ જિલ્લા તિજોરી અધિકારી જે.એન.પટેલ, ડીરે., વીરા વેલ્થવાઇઝ પ્રા.લી., ભરૂચના રમેશભાઈ જે. ખુમાણ જેવા મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાઈ હતી.

આ પ્રસંગે, મંડળના પ્રમુખ પી.પી.આહીરે મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ તકે, મંડળના વાર્ષિક હીસાબો પ્રસ્તૃત કરી બહાલી મેળવી હતી. અને વર્ષ દરમ્યાન થયેલ કામોની વિસ્તૃત માહિતી આપી સંગઠન જાળવવા હાંકલ કરી હતી.

આ તકે, પોલીસ વિભાગ ના મલ્કેશ ગોહીલે સાઈબર ગુના અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ તમામ કારોબારી સભ્યો, મહેમાનો અને વાર્ષિક સાધારણ સભામાં તમામ પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!