વાગરાના સોની ની દુકાનમાં લૂંટ ચલાવનાર ગણતરી ના કલાકોમાં પોલીસ ના હાથે ઝપાડ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના મુખ્ય બજારમાંથી ભર બપોરે સોનાની લૂંટ ચલાવનાર ઈસમ ને ઝડપી પાડવા પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા હતા.જો કે સમયસર કરેલ મહેનત નું પરીણામ પણ પોલીસ ને પ્રાપ્ત થયું હતું.પોલીસે વાગરા નજીકના રોઝા ટંકારીયા ગામમાંથી ગણતરીના કલાકોમાં એક ઈસમ ને ઝડપી પાડી સોના ની લૂંટ નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.પોલીસે લૂંટારું ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા ના હાર્ટ સમાન વિસ્તારમાં ગત સોમવાર ની બપોરે ઓમ જવેલર્સ નામના સોની ની દુકાનમાં થી સોનાની લૂંટ નો બનાવ બનવા પામ્યો હતો.લૂંટને પગલે વાગરા પંથકમાં ભય ની સાથે સન્નાટો પ્રસરી ગયો હતો.ધોળે દિવસે સતત ધમધમતા બજારમાં થયેલ લૂંટ ને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.વાગરા પી.આઈ એસ.ડી ફુલતરીયા એ તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ ની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતુ.પોલીસે સોનુ લૂંટી ફરાર થનાર લૂંટારું કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગાર ને ઝડપી પાડવા કમર કસી હતી.હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી.પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૦ ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો.

 

વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.તેણે વાગરા સોની ની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી જતા દશ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેને પગલે તેણે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા સોની ની દુકાન ને નિશાન બનાવી હતી.સોની ની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત ૩.૬૫ લાખ તેમજ બાઇક,મોબાઈલ મળી કુલ ૪.૩૫ લાખ નો મુદ્દમાલ પોલીસે કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

વેપારીઓ ને સતર્ક રહેવાની અપીલ કરતા ડીવાય એસપી ચૌધરી

વાગરાના સોની ની દુકાનમાં લૂંટ ચલાવનાર ગણતરી ના કલાકોમાં પોલીસ ના હાથે ઝપાડ્યો

વાગરાના મુખ્ય બજારમાંથી ભર બપોરે સોનાની લૂંટ ચલાવનાર ઈસમ ને ઝડપી પાડવા પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા હતા.જો કે સમયસર કરેલ મહેનત નું પરીણામ પણ પોલીસ ને પ્રાપ્ત થયું હતું.પોલીસે વાગરા નજીકના રોઝા ટંકારીયા ગામમાંથી ગણતરીના કલાકોમાં એક ઈસમ ને ઝડપી પાડી સોના ની લૂંટ નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.પોલીસે લૂંટારું ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા ના હાર્ટ સમાન વિસ્તારમાં ગત સોમવાર ની બપોરે ઓમ જવેલર્સ નામના સોની ની દુકાનમાં થી સોનાની લૂંટ નો બનાવ બનવા પામ્યો હતો.લૂંટને પગલે વાગરા પંથકમાં ભય ની સાથે સન્નાટો પ્રસરી ગયો હતો.ધોળે દિવસે સતત ધમધમતા બજારમાં થયેલ લૂંટ ને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.વાગરા પી.આઈ એસ.ડી ફુલતરીયા એ તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ ની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતુ.પોલીસે સોનુ લૂંટી ફરાર થનાર લૂંટારું કઈ દિશામાં ભાગ્યો છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગાર ને ઝડપી પાડવા કમર કસી હતી.

હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી.પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૦ ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો.વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો.તેણે વાગરા સોની ની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી જતા દશ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેને પગલે તેણે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા સોની ની દુકાન ને નિશાન બનાવી હતી.સોની ની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત ૩.૬૫ લાખ તેમજ બાઇક,મોબાઈલ મળી કુલ ૪.૩૫ લાખ નો મુદ્દમાલ પોલીસે કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા જવેલર્સની દુકાનમાંથી લૂંટ ના બનાવમાં સોની ની ગંભીર બેદરકારી પણ સી.સી.ટી.વી. માં સ્પષ્ટ નજરે પડી હતી.જેને લઈ ને લૂંટારું સોનાના દાગીના લૂંટવામાં સફળ રહ્યો હતો.આ બાબત ની ગંભીરતા ને લઈ જંબુસર ડી.વાય.એસ.પી એ સમસ્ત વેપારી સમાજ ને સતર્ક રહેવા જણાવ્યુ હતુ.અને ચોકસાઈ કરી જો કોઈ શંકાસ્પદ જણાય તો પોલીસ નો સંપર્ક કરવા કહ્યુ હતુ.

ઓનલાઈન ગેમિંગ તેમજ સટ્ટો લૂંટ પાછળ મુખ્ય જવાબદાર પરિબળ ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે.તેમ તેમ તેના સારા નરસા પાસા ઉજાગર થઈ રહ્યા છે.એમાંયે ખાસ કરીને નાના થી લઈ ને મોટા લોકો ઓનલાઈન ગેમમાં પૈસા બનવવાના ચક્કર માં પૈસા ગુમાવી રહ્યા છે.જયારે મોટા ભાગ ના લોકો હાથ ઉછીના રૂપિયા લઈ ગેમ રમી રહ્યા છે.ઓનલાઈન ગેમિંગ નોઆમોદ ના રોઝા ટંકારીયા ગામનો યુવક ભોગ બન્યો હતો.ઓનલાઈન ગેમિંગ અને સટ્ટામાં રાકેશ પ્રજાપતિ એ દશ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.ગુમાવેલા રૂપિયા કવર કરવા માટે રાકેશે સોની ની દુકાન માં લૂંટનો પ્લાન ઘડી કાઢી ગુનાને અંજામ આપ્યો હતો.

વાગરા ખાતે સોનીની ની દુકાનમાં લૂંટ ચલાવનાર ને પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવા જરૂરી :- વાગરામાં બનેલ આ ઘટના બાદથી નગરજનો સહિત દરેક દુકાનદારોએ પણ જાગૃત થવાની જરૂર છે, પોતાની દુકાનની અંદર બહાર CCTV કેમેરા લગાવવા જોઈએ, ઘરની બહાર, સોસાયટીમાં તેમજ જાહેર સ્થળોએ પણ CCTV કેમેરા લગાવવા જોઈએ કારણ કે હાલ બનેલ ઘટનામાં આરોપી સુધી પહોંચવામાં CCTV કેમેરાની મહત્વની ભૂમિકા રહી હતી. ફળિયામાં, સોસાયટીમાં કે બજારમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈએ, વધુમાં દુકાનમાં આવનાર ગ્રાહકે માસ્ક, હેલ્મેટ અથવા રૂમાલ બાંધેલો હોઈ તો તેને તે હટાવવા જણાવવું જોઈએ. જો આવનાર વ્યક્તિ તેમ કરવામાં ના પાડે તો સતર્ક થઈ જવું જોઈએ અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી ફરી વાર આવી કોઈ ઘટના બનતા પહેલા તેને અટકાવી શકાય.

ફાઈલ ફોટો 

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!