યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં કટોકટીની તૈયારી ચકાસવા માટે નાગરિક સંરક્ષણ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બ્લેકઆઉટ મોક ડ્રીલને કારણે ભરૂચ શહેર સાથે જિલ્લામાં ત્રીસ મિનિટ સુધી અંધારામાં છવાયું હતું. ભરૂચના લગભગ તમામ વિસ્તારોમાં મોકડ્રીલ જોવા મળી અને નાગરિક સંરક્ષણ અને અધિકારીઓની અપીલને સમર્થન આપવા માટે તેમની લાઇટો બંધ કરી દીધી હતી.

દેશ સામે જ્યારે જોખમ ઉભું થાય ત્યારે ભરૂચ જિલ્લો પણ ખભેખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા આપ્યો હતો. બ્લેકઆઉટ પહેલા ભરૂચ જિલ્લાના ફાયર વિભાગ, નગરપાલિકા સહિત ગ્રામ લેવલે તલાટી સહિત વિવિધ વિભાગોએ વિવિધ વિસ્તારમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટ વિશે સમજણ આપી હતી. તેમજ બ્લેકઆઉટ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ એ વિશે તેમજ સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

ઓપરેશન અભ્યાસ હેઠળ સિવિલ ડિફેન્સ મોકડ્રિલની બ્લેકઆઉટમાં ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકો સ્યંભૂ જોડાયા:- સરકારના નિર્દેશ મુજબ, મોક ડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન, ક્રેશ બ્લેકઆઉટ પગલાં, હુમલાની સ્થિતિમાં નાગરિકોને પોતાને બચાવવા માટે તાલીમ આપવા અને નાગરિક સંરક્ષણ સ્ટાફ સાથે સંકલનનો સમાવેશ થયો હતો. સાંજે ૭.૩૦ વાગ્યે, સમગ્ર ભરૂચ જિલ્લામાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં રહેવાસીઓએ માર્ગદર્શિકાને ટેકો આપતા ત્રીસ મિનિટ માટે પોતાની લાઈટો બંધ કરીને અને પોતાના ઘરોમાં રહીને ટેકો આપ્યો હતો.
સદ્દામ બી. ભટ્ટી









