ખંભાત રેલવે સ્ટેશન પર થી રીક્ષા માં અવર-જવર કરતા મુસાફરો પાસે થી વધુ ભાડું વસુલવામાં આવતું હોવાની બુમો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ખંભાત રેલવે સ્ટેશન થી શહેરના વિવિધ ભાગો માં જતા આવતા મુસાફરો પાસે થી કેટલાક રિક્ષા ચાલકો નિયત ભાડા કરતા વધુ ભાડું ઉંઘરાવતાં હોવાની ફરિયાદો મુસાફર જનતા માંથી ઉઠવા પામી છે.વધુ ભાડા ની વસુલાત કરતા રિક્ષા ચાલકો વિરુદ્ધ ખંભાત ના જાગૃત નાગરિકો મા ભારે રોષ ફેલાઇ જવા પામ્યો છે.

રવિવારે બપોરના શુમારે બનેલ એક ઘટનામા મુસાફરો પાસે થી નિયત ભાડા કરતા વધુ ભાડા ની માંગણી કરવામાં આવી હતી.જે અંગે જાગૃત મુસાફરે વર્તમાન મા ચાલી રહેલ ભાડું જ ચૂકવવા માં આવશે તેમ જણાવતા રીક્ષા ચાલક દ્વારા મુસાફરો સાથે તુમાખીપૂર્વક મનસ્વી વર્તન કર્યુ હોવાની કેફિયત મુસાફર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

મુસાફર સાથે દાદાગીરી કરતા મુસાફરે ઉદ્ધત વર્તન કરનાર રિક્ષા ચાલક નો વિડીઓ બનાવી કાયદેસર કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કર્યા ની વિગતો પ્રાપ્ત થઈ છે.મુસાફરો પાસે થી ભાડા રૂપી લૂંટ ચલાવનાર રિક્ષા ચાલક થી મુસાફરો એ સાવધાની દાખવી ચેતવાની જરૂર હોવાનો જાગૃત મુસાફરો એ મત વ્યક્ત કર્યો હતો.રિક્ષા ચાલકો અજાણ્યા મુસાફરો ને અંધારા માં રાખી નિયત ભાડા કરતા વધુ ભાડું વસુલતા હોવાની ઘટનાઓ ને પગલે મુસાફરો એ પહેલાં થી જ સચેત બની ભાડું નક્કી કર્યા બાદ જ રિક્ષા માં મુસાફરી કરવા અંગે ગણગણાટ સાંભળવા મળ્યો હતો.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!