હાડગુડ ખાતે પંજતન ફાઉન્ડેશન દ્વારા સૈયદ સાદાત સમાજનો આઠમો જીવનસાથી પસંદગી સંમેલન યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ જિલ્લાના હાડગુડ ગામે સૈયદ પરિવારો માટે જીવન સથી પસંદગી મેળો યોજાયો હતો.સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓ ના જીવન સાથી પસંદગી માં સરળતા રહે અને યોગ્ય પાત્રતા અનુસાર જીવન સાથી મળી રહે તે હેતુ ને સાર્થક કરવા યોજાયેલા આઠમા પસંદગી મેળામાં સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશ ના સુન્ની સૈયદ પરિવાર ના અનેક કુંવારા યુવક,કુંવારી યુવતી, તલાક્સુદા,વિધવા,વિધુર પાત્રોએ ભાગ લીધો હતો. 

તારીખ બીજી ફેબ્રુઆરી અને રવિવારે ગુલશન એ બગદાદ હોલ હાડગુડ ખાતે યોજાયેલ પસંદગી સંમેલન મા ગુજરાતભર માંથી અનેક સાદાત પરિવારોએ હાજરી આપી યોગ્ય પાત્ર ની પસંદગી માટે પ્રયાસો કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યોજાયેલ સાત પસંદગી મેળા થકી ૪૫૦ થી વધુ યુવક-યુવતીઓ એ એક બીજા ને પસંદ કરી લગ્ન જીવનના તાંતણે બંધાઈ સાંસારિક જીવન માં ડગ માંડી ચુક્યા છે.કાર્યક્રમ ને સફળ બનાવવા આરીફ સૈયદ(ભુરિયા) તેમજ હાડગુડ ગામ સૈયદ સમાજ ના નવયુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સૈયદ સમાજના પસંદગી મેળામાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય હજજ કમિટી ના ચેરમેન ઇકબાલ સૈયદ તેમજ સૈયદ મુનિર બાવા,રિયાઝ અલી કાદરી,સફી અનવર અલી સૈયદ તથા હાફેઝ અઝીમુદિન સલીમુદીન લેસ્ટર (યુ.કે),સૈયદ આરીફ રિઅલ(એસ.પી),અઝીઝ હુસેન સૈયદ ફૈઝ ફાઉન્ડેશન-વડોદરા) અને અલી સૈયદ(પત્રકાર-ડી.ડી.ન્યૂઝ), એડવોકેટ એસ.આર.કાઝી(પ્રમુખ-ક્રિમોંનલ બાર એસોસિએશન-આણંદ), સૈયદ અકબર (ટાઇગર)ખાસ ઉપસ્થિત રહયા હતા.

એહવાલ :- સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!