વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલ મિનલ કંપની નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પોના ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ટર્નિંગ ઉપરજ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો.

જેને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. અકસ્માતમાં આઇસર ટેમ્પોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું જણાઈ આવ્યું હતું . જ્યારે ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.
જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી. પલ્ટી ખાઈ ગયેલ આઈશર ટેમ્પોને હાઈદ્રા ક્રેનની મદદથી ઉઠાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો
સદ્દામ બી ભટ્ટી વાગરા









