રક્તદાન એ મહાન દાન છે. આપણામાંથી દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું જ હશે. કારણ કે ઈમરજન્સીમાં લોહીના અભાવે જીવન-મરણ વચ્ચે જોલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે. જે હેતુસર યુગ પુરુષ શ્રી સ્વામી વિવેકાનંદજીની ૧૬૨ મી જન્મ જયંતી નિમિતે વાગરા તાલુકાના વછનાદ ગામમાં જીવન તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વછનાદ ગામના સરપંચ, સમની કોટન જીનના ચેરમેન પ્રવીણસિંહ એન.ચૌહાણ, જીવન તીર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પુષ્પદીપસિંહ રાજ, ઉપપ્રમુખ અને સામાજીક આગેવાન અક્ષયસિંહ રાજ, દિગ્વિજયસિંહ રાઠોડ અને નીલકંઠસિંહ સિંધા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાદાન કરી માનવતા મહેકાવી હતી. અંદાજીત 41 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તનું ઉત્પાદન કરી શકાતું નથી તે ઉદાર દાતાઓથી જ મળી શકે છે, એક દાન ત્રણ લોકોનું જીવન બચાવી શકે છે. રક્તની ભેટ જીવનની ભેટ છે. માનવ રક્ત માટે કોઈ વિકલ્પ નથી. તેથી આપણે રક્તદાન માટે આગળ આવવું જોઈએ, જેથી મૃત્યુના ઉંબરે પહોંચેલી કોઈ વ્યક્તિ ફરી જીવન મેળવી શકે છે. માટે આપણે પણ સમયાંતરે રક્તદાન જરૂરથી કરવું જોઈએ.

એક રિપોર્ટ અનુસાર રક્તદાન એ એક સ્વૈચ્છિક પ્રક્રિયા છે. જે અન્ય લોકોનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. રક્તદાનના ઘણા પ્રકાર છે અને આ તમામ પ્રકારના રક્તદાન વિવિધ તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવું પડે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત બાદ પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. એવામાં રક્તદાન કરીને આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદોના જીવ બચાવવા માટે ચડાવવામાં આવે છે. માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી. તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર ડોનરના લોહીનો જ ઉપયોગ થાય છે.

આ વિડીયો જોવો
સદ્દામ બી. ભટ્ટી વાગરા









