ડભોઇ ના સુંદરકુવા વિસ્તાર મા ડ્રેનેજ ની લાઇનના કામ મા પુરાતન દિવાલને નુક્શાન 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ પાલિકા ધ્વારા સુંદરકુવા વિસ્તારમા મદ્રેસા થી મહુડી ભાગોળ ના ગેટ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે.ત્યારે કોંટ્રાક્ટર ધ્વારા મકરદમ ના ભરોશે જ કામગીરી કરાતા અને પાલિકાના ચીફ ઓફીસર ધ્વારા સુપરવિજન ના થતા માટી નુ પુરાણ કરતા જે.સી.બી.ના ચાલક ધ્વારા ઐતિહાસિક સરંક્ષણ દિવાળ ને નુકશાન થવા પામ્યુ છે. ત્યારે પુરાતત્વ વિભાગ ઘોર નિદ્રામા પોઢી રહ્યુ હોય ડભોઇ નો ઐતિહાસિક વારસો જોખમ મા મુકાઇ જવા પામ્યો છે.

 ઐતિહાસિક ડભોઇ નગર મા ચાર પ્રવેશ ધ્વાર આવેલા છે. જેમા વિશ્વ પ્રસિધ્ધ હીરા ભાગોળ, નાદોદી ભાગોળ, વડોદરી ભાગોળ અને મહુડી ભાગોળ ના ગેટ આવેલા છે.આ ચારેય ગેટ ની વચ્ચે વસાવેલા ડભોઇ નગર ને ફરતે ગેટ સાથે સંકળાયેલ સરંક્ષણ દિવાલ પણ બનેલ છે.ત્યારે હાલમા સુંદરકુવા વિસ્તારમા ચાલતી ડ્રેનેજ લાઇનના કામમા ગોબાચારી ચાલવા સાથે કોંટ્રાક્ટર ધ્વારા કોઇપણ જાત નુ ધ્યાન ના અપાતા અને ચીફ ઓફીસર ધ્વારા સુપર વિજન ના થતા કામ ની નિષ્ફળતા સાથે ઐતિહાસિક સરંક્ષણ દિવાલ પણ જે.સી.બી. મશીનથી જે.સી. બી.ના ઓપરેટરે માટી પુરાણ ની કામગીરી કરતા ખોદી નાખેલ છે.જેથી ઐતિહાસિક સરંક્ષણ દિવાલને પણ ભયંકર નુક્શાન થતા નગરજનો મા કોંટ્રાક્ટર ની કામગીરી અને પાલિકા ની નિષ્ફળ નિતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુરાતત્વ વિભાગ મા માત્ર પગાર ગણવા પુરતી નોકરી કરતા કર્મચારીઓ ને ઐતિહાસિક સરંક્ષણ દિવાલ ને થયેલ નુક્શાનની જાણ સુધ્ધા ના થતા પુરાતત્વ વિભાગ ની કામગીરી સામે આંગળી ચીંધાવા પામી છે.

અહેવાલ: બાલકૃષ્ણ શાહ –ડભોઇ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!