ભરૂચ ના નબીપુર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ત્રણ વર્ષ થી નાસતા ફરતા આરોપી ને લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચે ધ્રાંગધ્રા ખાતે થી ઝડપી પાડી નબીપુર પોલીસ ને હવાલે કર્યો હતો.ભરૂચ જિલ્લા ના નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એ ભરૂચ જિલ્લા ના નાસતા ફરતા આરોપીઓ શોધખોળ હાથ ધરી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર ની ટીમને ચોક્ક્સ બાતમી મળી હતી કે “ નબીપુર પોલીસ સ્ટેશન મા ચોરીના ગુનામાં રશપાલસિંહ નાથાસિંહ સિંગ ઉ.વ.૩૫ રહેવાસી. ૧૨૪, ગામ બુડાલા અમૃતસર પંજાબ વોંટેડ છે અને હાલ તે સુરેંદ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસે આવેલ હોટેલ રામદેવ ખાતે રોકાયેલ છે.જે ચોક્ક્સ હકીકત ને આધારે સદર આરોપી ને ઝડપી પાડવા એલ.સી.બી.ની ટીમ ને તાત્કાલિક ધ્રાંગધ્રા ખાતે મોકલી મોકલી આપવામાં આવી હતી.તપાસમાં ગયેલ ટીમે આરોપીને ધ્રાંગધ્રા પાસે આવેલ હોટેલ રામદેવ હોટેલ પાસે થી ઝડપી પાડી, તેની પુછપરછ કરતા તેણે ગુનાનો એકરાર કર્યો હતો.સદર આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી નબીપુર પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઉકત આરોપી વિરુદ્ધ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ ૩૮૧ મુજબ ગુનો નોંધાયો હતો.આરોપી ને ઝડપી પાડવામાંપો.સ.ઇ. ડી.એ.તુવર તથા અ.હે.કો.વિશાલભાઇ, અ.હે.કો.શ્રીપાલસિંહ, અ.હે.કો. હીતેષભાઇ અને પો.કો.નરેશભાઇ દ્વારા સયુંક્ત ટીમવર્કથી કામગીરી કરવામાં આવી હતી.
સૈયદ અમજદ (બાપુ)









