આછોદ બેઠક માટે કોંગ્રેસે ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી.

આછોદ બેઠકના સદસ્યનું બે વર્ષ પહેલાં નિધન થતાં બેઠક ખાલી પડી હતી
આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારે સોમાભાઈ અંબાલાલ વસાવાએ આછોદ બેઠક માટે મોટી સંખ્યામા પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.તેમની સાથે પુર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ ઉર્ફે કાજી, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી,સલીમ રાણા, ઈબ્રાહિમ મહંમદ શેઠ ઉર્ફે બચુ શેઠ,મહીલા મોરચાનાં આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ બેઠકનાં ભાજપનાં સદસ્ય અમરસંગ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક મૃત્યું થતાં બેઠક ખાલી પડી હતી.જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જીલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતાં.ત્યારે આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વાડિયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું.

ડિજિટલ યુગ ન્યૂઝ.આમોદ









