ડભોઇ તાલુકાના મંડાળા નજીક આરોનું પીવાનું પાણીના વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેલ વાલને સત્વરે રીપેર કરાવવામા આવે તેવી ગ્રામ્ય વિસ્તાર ની માંગ ઉઠવા પામી છે. આરોના વાલમાંથી પીવાનું પાણી હજારો ગેલન કાસમા વહી જાય છે. પીવાના પાણી માટે લોકો વલખા મારે છે. જ્યારે બીજી તરફ પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારી ઓની બેદરકારી ના કારણે હજારો ગેલન પાણી પીવાનું કાસમા વહી જાય છે.

ડભોઈ તાલુકાના મંડાળા પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઈન માંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાનાં અનેક ગામોમાં પીવાનું પાણી દરરોજ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફત મોકલવામાં આવતું હોય છે. પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થય રહ્યો હોય છે. જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવાના અભિયાન ચલાવે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવાનું અભિયાન નિરર્થક જોવા મળે છે. ડભોઈ તાલુકાના મંડાળા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વાલ દ્વારા પાણી છોડવાના સમય દરમ્યાન પાણી લીકેજ થતા નજરે પડ્યાં હતાં. ત્યારે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ વહેલી તકે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા પાણીના વાલ સત્વરે રીપેરીંગ કરાવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માગ ઉઠવા પામી છે.
અહેવાલ બાલકૃષ્ણ શાહ ડભોઇ









