વાગરા :: સુવા ગામના તલાટી માહિતી આયોગના હુકમને પણ ઘોળીને પી ગયા……!!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સુવા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી જયદિપસિંહ ભરતસિંહ ખેર સામે માહિતી અધિકાર અધિનિયમની ખુલ્લેઆમ અવગણના કરવાનો ગંભીર આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા આશરે ૧૫ મહિના પહેલાં અરજદારને માંગેલી માહિતી વિનામૂલ્યે પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી માહિતી આપવામાં આવી નથી. આ ઘટનાએ પંચાયત તંત્રની કામગીરી અને માહિતી અધિકારના અમલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.માહિતી આયોગનો હુકમ છતાં ૧૫ મહિનાથી માહિતી ન અઆપનાર તલાટી સામે અરજદારે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

અરજદારના જણાવ્યા અનુસાર, તેમણે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ સુવા ગ્રામ પંચાયત પાસેથી કેટલીક માહિતી માગી હતી. આ મામલે ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતી વિનામૂલ્યે આપવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આદેશના ૧૫ મહિના વીતી જવા છતાં માહિતી ન મળતાં તલાટી કમ મંત્રીની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા છે.

તલાટી કમ મંત્રી દ્વારા તા.૨૯ સપ્ટે ૨૦૨૬ ના રોજ લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે તા. ૧૫ ઓક્ટો ૨૦૨૬ ના રોજ માહિતી આપવામાં આવશે. પરંતુ નિયત તારીખ વીતી ગયા બાદ પણ માહિતી ન મળતાં આખરે અરજદારને પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે સુવા ગામના તલાટી જયદીપસિંહ ખેર નો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી સુધ્ધાં લીધી ન હતી.

અરજદારે ૧૧૨ પોલીસ વાનની મદદ લીધી…!!!!

અરજદાર સંજયભાઈ હરિભાઈ ગોહિલ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની હાજરીમાં સુવા ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યાં હતા.જ્યા તલાટી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. માહિતી મેળવવા માટે અરજદારને પોલીસની મદદ લેવી પડે તેવી સ્થિતિ સર્જાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.અરજદાર સંજય ગોહિલે તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચાયત શાખાના નિકુંજ પટેલ સાથે પોતાના મોબાઇલ ફોન મારફતે ટેલિફોનિક વાત કરાવી હતી. તેમ છતાં તલાટી દ્વારા ઉપરી અધિકારીઓ સમક્ષ પણ કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે.

‘ઉપર સુધી ડીડીઓ અને ટીડીઓને પૈસા આપીએ છીએ, જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો!’

આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારો આક્ષેપ કરતાં અરજદારે જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, ‘ઉપર સુધી ડીડીઓ અને ટીડીઓને પૈસા આપતા હોઈએ છીએ, તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી શકો છો.’કોઈ મારું કશું જ ઉખાડી લેવાના નથી.જો અરજદારનો આ આક્ષેપ સાચો હોય તો તે માત્ર એક તલાટીની કાર્યપદ્ધતિનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર વહીવટી તંત્રની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઊભો કરે છેઅરજદારે માંગણી કરી છે કે ગુજરાત માહિતી આયોગના હુકમનું તાત્કાલિક પાલન કરાવી તમામ માહિતી વિનામૂલ્યે આપવામાં આવે અને હુકમનો અનાદર કરનાર જવાબદાર અધિકારી સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.હવે જોવાનું એ રહેશે કે વાગરા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આ ગંભીર મામલે શું પગલાં ભરે છે કે પછી માહિતી અધિકારના કાયદાના અમલ માટે અરજદારે આમ જ કચેરીઓના ધક્કા ખાવા પડશે… ???

પંચાયતના વહીવટના ત્રણ મહત્ત્વના મુદ્દે સંજય ગોહિલે માહિતી માંગી હતી

અરજદાર સંજય ભાઈએ તા. ૧૫ ઓક્ટોબરના રોજ કરાયેલી માહિતી અધિકારની અરજીમાં મુખ્યત્વે સુવા ગ્રામ પંચાયત દ્વારા તળાવ તથા અન્ય વિકાસલક્ષી કામગીરી અને તેના ખર્ચને લગતા દસ્તાવેજો સહિતની માહિતી માંગવામાં આવી હતી.સાથે જવર્ષ ૨૦૧૦ થી ૨૦૨૪ સુધીનું ગ્રામ પંચાયતનું વાર્ષિક આવક-જાવકનું સરવૈયું તેમજ સુવા ગ્રામ પંચાયત વિસ્તારમાં કુલ કેટલાં મકાનો આવેલાં છે, કેટલાં મકાનોની આકારણી કરવામાં આવી છે, કેટલાં મકાનો આકારણી બહાર છે તથા આકારણી અને વેરા વસૂલાતને લગતી વિગતો અંગેની માહિતી મેળવવા માટે અરજદારે કાયદેસરની પ્રક્રિયા અપનાવી માહિતી માંગવામાં આવી હતી.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!