ભરૂચ જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન તેમજ વહન કરનારા તત્વો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. રૂ.૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે ૭ વાહનોને સીઝ કરવામાં આવ્યા છે.વધુમાં રૂ.૧૩.૮૫ લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.ભરૂચ જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભુસ્તરશાસ્ત્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની તપાસ ટીમે વહેલી સવારે જિલ્લાના વિવિધ માર્ગો પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં ભરૂચ-દહેજ રોડ તેમજ નેશનલ હાઇવે પર વરેડિયા નજીક તથા ઝઘડિયા-રાજપારડી રોડ સહિતના વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ખનિજનું બિનઅધિકૃત વહન કરતા કુલ ૭ વાહનો ઝડપાયા હતા.તપાસ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા જીજે ૧૬ એવી ૦૬૫૦ અને જીજે ૧૬ એ વાય ૮૫૪૬ અને બ્લેકટ્રેપનું બિનઅધિકૃત વહન કરતા જીજે ૦૬ એવી ૦૭૧૨,જીજે ૧૬ એવાય ૯૧૫૨ અને જીજે ૮૮ એટી ૭૮૩૩ GJ, જ્યારે ગ્રેવલ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા જીજે ૧૬ એ ડબ્લ્યુ ૧૨૨૫ અને જીજે૧૬ એ ડબ્લ્યુ ૪૭૫૧ વાહનોને ઝડપી સીઝ કરવામાં આવ્યા હતા.આમ, ખનિજ વિભાગની કાર્યવાહી દરમિયાન કુલ ૭ વાહનો સીઝ કરી રૂ.૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત, સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કુલ રૂ. ૧૩.૮૫ લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ખનિજના ગેરકાયદે અને બિનઅધિકૃત વહન સામે વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં ખનિજના ગેરકાયદે વહનને અટકાવવા આગામી દિવસોમાં પણ તપાસ અને કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









