વાગરા: નગરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના નિવારણ માટે તંત્ર સાથે નગરજનોએ પણ આગળ આવવાની જરુર!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના બજાર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્રની સાથે નગરજનો એ આગળ આવવાની જરૂર છે. વાગરા નગરના ST ડેપોથી ચીમનચોક સુધી ટ્રાફિક જામના દશ્યો સર્જાય છે.

વાગરામા ભારદારી વાહનો પ્રવેશ બંધી હોવા છતાય બજાર વિસ્તારમાંથી કેટલાક મોટા વાહનોની બેરોકટોક અવરજવરને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. વાગરાના ડેપોથી વસ્તી ખંડાલી રોડ ઉપર મોટા વાહનો તેમજ પાર્કિંગ યથાવત રહેતા અવાર નવાર ટ્રાફિકજામ જોવા મળે છે. વાગરામા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વાગરા પંચાયત, અને નગરજનોએ સાથે મળી ટ્રાફિકના નિવારણ માટે કામ કરવાનો સમય આવી ગયો છે.

આ ટ્રાફિકને કારણે સીનીયર સીટીઝન માટે પસાર થવું આફત બને છે. વાગરામા ભારે વાહનોના પ્રવેશબંધીના નિયમને કડકાઈથી અમલ કરવાની લોક માંગ ઉઠવા પામી છે. આડેધડ પાર્કિંગ, તેમજ જ્યાં ત્યાં લારીવાળાઓના જમાવડાઓને કારણે વાગરાની મેઈન બજારમાંથી પસાર થવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે લારીઓ વાળાઓને શાકભાજી માર્કેટ બનાવી ત્યાં ખસેડવામાં આવતા નગરજનોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળી હતી. જોકે થોડા સમય બાદ ફરી સમસ્યા જેસે થે જોવા મળી રહી છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!