ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુના માં સંડોવાયેલા અને છેલા દસ વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને મહિલા પોલીસ દ્વારા ભરૂચ ના જંબુસર બાયપાસ રોડ ખાતે થી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉપલા અધિકારીઓ તરફ થી વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અનુસંધાને મહીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર.વાઘેલા તથા પોલીસ સબ ઇન્સપેકટર વી.એ.આહિર તથા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હે.કો.દિપીકાબેન રતિલા તથાએલ આર પી સી પ્રિયંકાબેન રમેશભાઇ દ્વારા વોન્ટેડ આરોપી શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમા મહિલા પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૪૯૮(ક) ૫૦૪,૧૧૪,મુજબ ગુનાના કામના આરોપી અસ્પાક ઇસ્માઇલ યુસુફ પટેલ હાલ રહે.નામ્પુલા આફ્રીકા મૂળ.રહે.મ.નં-બી/૭૦ આરઝુ રેસીડેન્સી, જંબુસર બાયપાસ રોડ ભરુચ તા.જી.ભરૂચ,જેઓ છેલ્લા ૧૦ વર્ષથી વોન્ટેડ હોય સદર વોન્ટેડ આરોપી ને ભરૂચ બાયપાસ મુકામે થી બાતમી ના આધારે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સદ્દામ.બી.ભટ્ટી.









