ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા ચોરી ના ગુનામાં નાસ્તા-ફરતા આરોપી ને મધ્યપ્રદેશ ના અલીરાજપુર ખાતે થી દબોચી લઈ આગળ ની કાયદેસર કાર્યવાહી અર્થે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ને હવાલે કરવામાં આવ્યો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફ થી પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની સૂચના ને પગલે ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ટીમે કામે લાગી હતી. જે અનુસંધાને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ના પોલીસ ઇન્સપેક્ટર એ.કે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના અ.હે.કો.ભોપાભાઇ ગફુરભાઇ તથા અ.પો.કો.આશિષભાઇ સુરેશભાઇ,અ.પો.કો.સરફરાજ મહેબુબ,અ.પો.કો.શામજીભાઇ કોળચાભાઇ, અપો.કો.અરવિંદભાઇ હીમંતરામ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ મધ્ય પ્રદેશ રાજ્યમાં તપાસ અર્થે ગયા હતા.દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઇ. ડી.સી.પોલીસ સ્ટેશન ના ચોરી સહિત ના ગુનામાં નાસતા ફરતા આરોપી રેવિનભાઇ બચલીયાભાઇ અવાસિયા રહે.આમલા ગામ,કાતર ફળીયુ,તા.સોંડવા જી.અલીરાજપુર (મધ્ય પ્રદેશ) ને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ના પી.આઈ.અનિતા બા જાડેજા ના માર્ગદર્શન અને દિશાનિર્દેશન હેઠળ અત્યાર સુધી અનેક નાસ્તા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવામાં પેરોલ ફર્લો સ્ક્વોડે સફળતા પ્રાપ્ત કરી છે.
સૈયદ અમજદ(બાપુ)









