ભરૂચ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ એ તેઓની વિવિધ માંગણીઓ ને લઈ ને જિલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું. મહેસુલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓ ના વિવિધ પ્રશ્નો બાબતે હકારાત્મક નિવારણ લાવવા મહામંડળ દ્વારા સરકાર કક્ષાએ સતત રજુઆત કરવામાં આવે છે. સંદર્ભ-૧ અને ૨ ની રજુઆત થી સરકાર નું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું.

તેમ છતાં સરકાર દ્વારા મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય ન લેવાતા મહેસુલી કર્મચારીઓ ના વિવિધ પ્રશ્નનોનું હકારાત્મક નિવારણ લાવવા કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.કલેકટર કક્ષાએ થી સરકાર માં રજુઆત કરવા વિનંતી પણ કરાઈ હતી.કલેકટર ને સુપ્રત કરાયેલ આવેદનમા નાયબ મામલતદાર સંવર્ગની પ્રવરતાયાદી છેલ્લા ૮ વર્ષથી વધારે સમયથી બનેલ નથી.વિભાગના પરિપત્ર નં.એસએનઆર. ૧૦૨૦૧૬-૩૬૨૧-ડી.૧, તા.૧૬/૦૬/૨૦૧૭ થી પ્રસિધ્ધ કરેલ પ્રવરતાયાદીમાં જે તે સમયે રહેલ ક્ષતિઓના કારણે તેમજ આ કામે રજુ થયેલ વાંધાઓની સુનાવણી અને નિર્ણય થયેલ ન હોય, વિભાગકક્ષા એ જરૂરી સુધારો કરી નવેસરથી યાદી બનાવવી જરૂરી છે. આ અંગે નાયબ મામલતદારો ની રજુઆતો ધ્યાને લઈ તેમને ડિમ્ડડેટ મુજબ યાદીમાં આગળનું સ્થાન મળવાપાત્ર હોય, તે મુજબ ડિમ્ડડેટ સાથેની નિયમોનુસાર અદ્યતન પ્રવરતા યાદી બનાવવામાં આવે,તેમજ તે આધારે તાત્કાલિક નાયબ મામલતદાર થી મામલતદાર ના પ્રમોશન આપવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

વધુમાંરાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓ ના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવા,તેમજ હવે પછી રજુ થતી જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવો જરુરી છે. કલેક્ટર કક્ષાના,જિલ્લા કક્ષાના NOC મેળવવાની પ્રથા બંદ કરી જિલ્લા બદલીની અરજી જે તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવામા આવે તેમ આવેદનમાં જણાવાયું છે..તદઉપરાંત કારકુન થી નાયબ મામલતદાર ના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે.જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન આપવામાં આવે અને વર્ષ ૨૦૧૫માં નિમણૂક પામેલ તમામાં કારકુનોને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા મા આવે,સાથે જ હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારો ની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે, તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ના કરવા મુદ્દે ઉપસ્થિત કરાયો છે.આમ,અગાઉ વિવિધ મુદ્દાઓની માંગણી માટે ગુજરાત મહેસુલી મહામંડળ દવારા તા.૧૭ ડિસે ૨૦૨૪ ના રોજ અધિક મુખ્ય સચિવ,મહેસુલ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

ત્યારબાદ મહેસુલ વિભાગમાં રૂબરૂ મુલાકાત કરીને પણ રજુઆત કરવામાં આવેલ તેમ છતા રજુઆત ના મુદ્દાઓ નો હકારાત્મક નિકાલ કરવાની જગ્યાએ કેટલાક નાયબ મામલતદારો ની માંગણી કે મંજુરી વગર ફરજના જીલ્લામાંથી અન્ય દુરના જીલ્લાઓમાં બદલી કરવા અંગે હુકમ કરવામાં આવ્યો છે.જે હુકમ ને કારણે ઉકત કર્મચારીઓ ના સામાજીક તેમજ પારિવારીક જીવન પર વિપરીત અસર થાય તેમ છે તથા મહિલા કર્મચારીઓ ને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે.જેના કારણે તમામ મહેસુલી કર્મચારીઓમાં નારાજગી વ્યાપેલ હોય આવેદન આપી ઉપરોક્ત મુદ્દાઓનો દિન-૧૦માં હકારાત્મક નિકાલ કરવા માંગણી કરવામાં આવી છે.અગર જો સરકાર ધ્વારા દિન-૧૦માં હકારત્મક નિકાલ કરવામાં નહી આવે તો જિલ્લામાં મહેસુલી કર્મચારીઓ દ્વારા મહામંડળના આદેશ મુજબ કાળી પટ્ટી ધારણ કરવી,માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો યોજશે તેમ આવેદનમાં જણાવાયું છે.
સૈયદ અમજદ (બાપુ)









