વાગરામા યોજાયેલ આપ ની પરિવર્તન સભામાં ચૈતર વસાવા જાણે કે લેટ લતીફની ભૂમિકા ભજવતા હોય તેમ ધારાસભ્ય દોઢ કલાક મોડા પહોંચતા જનતામાં આક્રોશ જોવા મળ્યો હતો. વાગરામાં પરિવર્તન સભામાં નેતાજીની લેટ એન્ટ્રી ચર્ચાનું કેન્દ્ર બની હતી.પરિવર્તનની મસ મોટી ગુલબાંગો પોકારનારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની સભામાં દોઢ કલાકની વિલંબિત હાજરીએ સભામાં આવેલા લોકોમાં ભારે નારાજગી અને અસંતોષ ફેલાવી દીધો હતો.આપની પરિવર્તન સભામાં ધારાસભ્યની લેટ લતીફગીરીને પગલે જનતામાં ગણગણાટ જોવા મળ્યો હતો.સભા ના પ્રચારમાં કાર્યક્રમનો સમય સાંજે ૪.૩૦ વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો.બીજી તરફ કાર્યકર્તાઓથી લઈ નાગરિકોને સમયસર પહોંચવાની ખાસ અપીલ પણ કરવામાં આવી હતી. આ કારણે અનેક લોકો પોતાના રોજિંદા કામકાજ, વેપાર અને મજૂરી છોડીને સમયસર સભા સ્થળે પહોંચી ગયા હતા. જોકે, પાર્ટીના મુખ્ય ચહેરા એવા ધારાસભ્ય પોતે જ સમયપાલનમાં નિષ્ફળ રહેતા સાંજે ૬ વાગ્યે સભા સ્થળે પહોંચ્યા હતા, જેથી જનતાને દોઢ કલાક સુધી નિરાશામાં રાહ જોવાનો વારો આવ્યો હતો.લોકોમાં ખુલ્લેઆમ ચર્ચા થતી હતી કે જે પક્ષ શિસ્ત, ઈમાનદારી અને જવાબદારીની વાતો કરે છે, તે પક્ષના જવાબદાર પ્રતિનિધિ જો સામાન્ય સભાના સમયનું પણ માન ન જાળવી શકે, તો તેઓ જનતાના પાયાના પ્રશ્નો અને વિકાસ પર સમયસર નિર્ણય કેવી રીતે લઈ શકશે. ?? પરિવર્તન માત્ર ભાષણોમાં છે કે વ્યવહારમાં પણ?? એવા સવાલો લોકોમાંથી ઉઠ્યા હતા.એકબાજુ મંચ પરથી વ્યવસ્થા બદલવાના નારા અને જનતાના હિતની વાતો, અને બીજીબાજુ જનતાને કલાકો સુધી રાહ જોવડાવવાની નીતિ ઉજાગર થવા પામી હતી. કેટલાક લોકો કાર્યક્રમ પૂર્ણ થાય તે પહેલાં જ નિરાશ મન સાથે સ્થળ છોડીને જતા પણ જોવા મળ્યા હતા. ગુજરાતમાં રાજકીય પરિવર્તનની વાતો કરનાર પક્ષના નેતાઓ જો શિસ્ત, સમયપાલન અને જવાબદારી જેવા મૂળભૂત મુદ્દાઓ પર જ ખરા ઉતરતા ન હોય, તો જનતામાં વિશ્વાસ કેવી રીતે સ્થાપિત કરશે? તેવા તીખા અને સંવેદનશીલ સવાલો હવે વાગરા સહિત આસપાસના પંથકમાં ચર્ચાની એરણે ચઢ્યા છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









