દયાદરા ખાતે પ્રાથમિક કુમાર અને કન્યાશાળા મા પ્રવેશોત્સવ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હાલ સમગ્ર ગુજરાતભરમાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહયા છે.કોઈપણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે અને શિક્ષણ અંગે સામાન્ય જનતા મા જાગૃતિ કેળવાય તે માટે વર્તમાન સરકાર કટિબધ્ધ છે.જે અંતર્ગત દયાદરા ગામ માં આવેલ પ્રાથમિક કન્યાશાળા અને કુમારશાળા માં કન્યા કેળવણી અને શાળપ્રવેશોત્સવ યોજાયો હતો.

જેમાં મુખ્ય અતિથિ તરીકે કાર્યપાલ ઇજનેર ઉકાઈ જમનાકાંઠા નહેરવિભાગ અંકલેશ્વર નાપીનલબેન એન જાદવ તેમજ કોઓર્ડિનેટર પંકજભાઈ પટેલખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તબક્કે શાળાની એસએમસી કમિટી અધ્યક્ષ તેમજ સભ્યો,ગ્રામજનો,અગ્રણીઓ અને વાલીઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાના ભૂલકાઓ ને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

કન્યાશાળા માં ૨૯ કન્યા અને કુમારશાળા માં ૧૮ ભૂલકાઓ એ બાલવાટિકા માં પ્રવેશ લીધો હતો.અંતે શાળા ના આચાર્ય એ તમામ નો હાજરજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!