ભરૂચ ના સાંસદ શાળા પ્રવેશોત્સવ ટાણે ઉવાચ “વ્યક્તિના જીવનમાં શિક્ષણથી વધુ કોઈ ઉત્તમ શસ્ત્ર નથી” :: મનસુખ વસાવા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આજથી રાજ્યભરમાં ત્રિ- દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ છે. જે શ્રેણીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત પ્રા. કન્યા શાળા રાજપારડી અને ડી.પી. શાહ હાઈસ્કૂલ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે સાંસદે બાલવાટિકાના નાના ભુલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત ધોરણ ૯ અને ધોરણ ૧૧ની વિદ્યાર્થીનીઓને શાળામાં આવકારી હતી.આ પ્રસંગે ઉદબોદન કરતા સાંસદે જણાવ્યું હતું કે, તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ થકી આજે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે દિશામાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકાર કાર્ય કરી રહી છે. આજે એકપણ વિદ્યાર્થી અધવચ્ચેથી શિક્ષણ ન છોડે તેની દરકાર સરકાર લઈ રહી છે.

શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જ્વળ ભવિષ્ય માટે તેમજ પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.વધુમા ઉમેર્યું હતું કે, વ્યક્તિના જીવનમાં શિક્ષણથી વધુ કોઈ ઉત્તમ શસ્ત્ર નથી, તે અમોઘ શસ્ત્ર છે. શિક્ષણથી આપણે જીવનના તમામ મોરચે લડી શકીએ છીએ. શિક્ષણ જીવનનો મહત્વનો ભાગ છે. સરકારનું માર્ગદર્શન અને પરિવારનો ઉત્સાહ મળે તો શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં મહોત્સવ સાબિત થતો દેખાઇ રહ્યો છે.વધુમાં સાંસદે ઉપસ્થિતો ને ‘એક પેડ માઁ કે નામ અભિયાન’ માં સહભાગી બની એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સાંસદે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સાંસદ સહિતનાઓ એ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ડી.પી. શાહ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૧ માટેના કોમ્યુટર લેબને ખુલ્લી મૂકી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!