વાગરા તાલુકા ના બે ગામોની યોજાયેલ ચૂંટણી ની મતગણતરી કુમાર શાળામાં હાથ ધરાઈ હતી.ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થા ના ભાગ હેઠળ મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.

વાગરા તાલુકા ના બે ગામ સાયખા અને વડદલા ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.ઉધોગ નગરી થી ઘેરાયેલી બંન્નેવ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા ઉભેલા મુરાતીયાઓએ ગ્રામપંચાયત પર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી.જો અને તો ની સંભાવનાઓ વચ્ચે ઉમેદવારો ની હાજરીમાં કુમાર શાળાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી.

જ્યાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટ ની ઉપસ્થિતમાં મતપેટીઓનું શીલ તોડી મતપત્રો ને બહાર કાઢી વોર્ડ પ્રમાણે અલગ કરવામાં આવ્યા હતા.સાયખા ની વિકાસ પેનલ ના આઠ પૈકી સાત સભ્યો ની જીત થવા પામી હતી.જ્યારે વોર્ડ નંબર બે ના ઉમેદવાર બે મત થી અને વોર્ડ નંબર આઠ નો ઉમેદવાર માત્ર એક મત થી જીત થઈ હતી.સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.

જેમાં અચલસિંહ વાઘેલા ના ૨૨૧ મત,દિનેશભાઇ રાઠોડ ને ૭૪ મત જ્યારે જયવીરસિંહ રાજ ને ૩૬૮ મત પ્રાપ્ત થયા હતા.આમ સાયખા ગ્રામ પંચાયત ના સરપંચ પદે ૧૪૭ મત ની જંગી લીડ સાથે પોતાના હરીફ ઉમેદવાર ને જયવીરસિંહ રાજે હરાવતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડી અને હારતોરા કરી જીત ની ઉજવણી સાથે જયવીર સિંહ ને વધાવી લીધા હતા.

બીજી તરફ વડદલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે રસાકસી નો જંગ જામ્યો હતો.બેવ પેનલ ના ચાર ચાર સભ્યો ચૂંટાયા હતા.સરપંચ પદે ઉભેલા રંજનબેન પરમાર ને ૩૦૭ મત મળ્યા હતા.જ્યારે તેમના હરીફ ઉમેદવાર ઊર્મિલાબેન પરમાર ને ૨૬૮ મત પ્રાપ્ત થતા ૩૯ મતો ની લીડ મેળવી રંજનબેને જવલંત વિજય મેળવ્યો હતો.

મતગણતરી દરમિયાન વીજળી વિખેરાતા ગણતરી પ્રક્રિયા અટકાવાઈ વાગરા કન્યાશાળા મતગણતરી કેન્દ્ર સવારે ૯ કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ થોડા સમય મતગણતરી ચાલ્યા બાદ ૧૦.૩૦ કલાક ની આસપાસ વીજળી ગુલ થતા મત ગણતરી અટકાવી દેવામાં આવી હતી.બીજી તરફ મતગણતરી કેન્દ્ર માં ઉપસ્થિત ઉમેદવારો તેમજ તેમના એજન્ટો ને મતગણતરી કેન્દ્ર ની બહાર કાઢી દેવામાં આવ્યા હતા.આશરે દસ મિનિટ ના અંતરાય બાદ વીજ પ્રવાહ પૂર્વવત થતા પુનઃ મતગણતરી શરૂ કરવામાં આવી હતી.
સાયખા ગામે વિજયી થયેલ સભ્યો
(૧) કાજલબેન પ્રગનેશસિંહ રાજ
(૨) શુભમ ખોડાભાઈ વાળંદ
(૩) હેતલ બેન રણા
(૪)શારદાબેન નગીનભાઈ રોહિત
(૫) મધીબેન રાઠોડ
(૬) કુસુમ બેન પ્રકાશસિંહ રાજ
(૭) રાજેશ રમણ રાઠોડ
(૮) સોમાભાઈ જીવણ ભાઈ રાઠોડ
વડદલા ગામે જીત મેળનાર સભ્યો
(૧) નિલેશભાઈ મનોજભાઇ પ્રજાપતિ
(૨) ધર્મિષ્ઠાબેન ગણપતસિંહ યાદવ
(૩) મંજુલાબેન અશ્વિનસિંહ યાદવ
(૪) મયંકકુમાર રાવજીભાઈ રાઠોડ
(૫) સ્નેહલકુમાર પ્રતાપભાઈ પરમાર
(૬) અનિલસિંહ પ્રતાપસિંહ યાદવ
(૭) પરભુબેન વિશ્વનાથ રાઠોડ
(૮) દક્ષાબેન ઈન્દ્રજીત રાઠોડ
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









