વાગરા નું વેગણી ગામ વર્ષો થી પાણી ના પ્રાણપ્રશ્ને પરેશાન,આત્મવિલોપન ની ચીમકી સાથે સ્થાનિકો નો ઉગ્ર વિરોધ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકા ના વેગણી ગામે પાણી ની પાણીદાર સમસ્યા છેલ્લા દસ વર્ષ થી યથાવત રહેતા ગ્રામજનો ની શાહનશીલતા ખૂટી પડી હતી. સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવા સંદર્ભે આંખ આડા કાન કરતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

વહીવટી તંત્ર અને રાજકીય અગ્રણીઓ ની કિન્નખોરી ને પગલે હવે ગ્રામજનોનું ધૈર્ય ખુંટી પડ્યું હતું. ગતરોજ રાત્રીના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતા વિકટ સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં મૂળભૂત સુવિધા ન મળવાથી કંટાળેલા એક સ્થાનિકે તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક પોલીસ દોડી આવી હતી. અને આત્મવિલોપન નો પ્રયાસ કરતા વ્યક્તિને રોકી લેવામાં પોલીસ સફળ થઈ હતી. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય ની સાથે આક્રોશ નો માહોલ છવાઈ ગયો હતો. કેટલાક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, “અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્ય ને પણ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે.

હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે, કે જો તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા નહિ થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે તેમ જણાવાયું હતું.વેંગણી ના ગ્રામજનો ની વર્ષો પુરાણી પાણી ની સમસ્યા નું વહેલી તકે નિવારણ નહિ થાય તો નજીક ના સમયમાં આંદોલન ના ભણકારા વાગી રહયા છે.

જાતિવાદ મા માનતો નથી,હું પાણી આપવા માટે કટિબધ્ધ છું:: વાગરા ધારાસભ્ય (અરુણસિંહ રણા)

 

વેંગણી ગામની પાણી ની સમસ્યા બાબતે ગ્રામજનો સહિત ના લોકો ના વિવિધ આક્ષેપો સામે ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, “હું જાતિવાદમાં માનતો નથી. દહેજ વિસ્તારમાં એક સમય એવો પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવી અને સરકારી યોજના અંતર્ગત ગામેગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “વેગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય છે.આવનાર સમય માં વેંગણી ગામના લોકો ને પાણી પહોચાડવા પણ ધારાસભ્ય એ કટિબદ્ધતા દર્શાવી હતી.

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!