આમોદ: તણછા ગામ નજીક એસ.ટી બસ અને કન્ટેનર જોરદાર ટક્કર, મુસાફરો ઈજાગ્રસ્ત બનતા હોસ્પિટલમાં ખસેડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ તાલુકાના તણછા ગામ નજીક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે આજ રોજ સવારે ૧૧ કલાકે અકસ્માત સર્જાતાં બસમાં બેઠેલા સાત થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી.

અકસ્માતને પગલે આમોદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.તેમજ ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી.

બનાવ અંગે જાણવા મળતી માહીતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસ.ટી બસને આજરોજ સવારે ૧૧ કલાકે તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર સાતથી વધુ મુસાફરોને હાથમાં, પગમાં, દાંતમાં, મોઢામાં તેમજ માથામાં નાની મોટી ઈજાઓ થઈ હતી.

તેમજ એસ.ટી.બસ અને કન્ટેનરના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતાં આમોદ પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રાફિક હળવો કર્યોં હતો. બસમાં ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ કેટલાક ઈજાગ્રસ્તોને ભરૂચ રિફર કરવામાં આવ્યાં હતાં. એસ.ટી બસના કંડક્ટરે જણાવ્યુ હતુ, કે અમારી બસ અમારી લાઈન ઉપર ચાલી રહી હતી. ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી. જોકે બસના ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. ઘટનામાં બસના ડ્રાઇવરને પણ ડાબા પગમાં ફ્રેકચર થયુ હતું. કન્ટેનરનો ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતુ.

ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના આપી :- ઘટનાની જાણ થતાની સાથેજ આસપાસના લોકો મદદે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડવા સાથે ટ્રાફિક નિયમન કરતા પણ નજરે પડયા હતા. આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને અકસ્માતની જાણ થતાં તેઓ પણ તુરંતક આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછી તેઓને સાંત્વના આપી હતી.જોકે ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી.

 

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!