વાગરા તાલુકામાં આવેલ કેશવાણ ગામે ગ્રામ પંચાયતની ઓરડી નજીક આવેલ વીજ થાંભલા પાસે ભેંસ ને કરંટ લાગતા તેનું મોત નીપજવા પામ્યું હતું.વાગરા તાલુકા ના કેશવાણ ગામમાં રહેતા રાઠોડ કાલિદાસ શનભાઈ સોમવાર ના રોજ સાંજ ના શુમારે ભેસ ચારીને તળાવ નજીક આવેલ ગ્રામ પંચાયત ની જર્જરીત ઓરડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જીઇબી ના વીજ થાંભલાની ચાલુ વીજ લાઇન સ્પર્શી જતા ભેસ ને કરંટ લગતા મરણ પામી હતી.

ઉલ્લેખનીય છે કે ભેસ મરણ પામતા તેના પેટ માં રહેલૂ બચ્ચું પેટની બહાર આવી જતાં તે પણ મરણ પામ્યું હતું. ઘટના સ્થળ પર ભેસ ને તરફડીયા મારતા જોઈ નજીક માં રમી રહેલા બાળકો આ બનાવ જોઈ સ્થળ પરથી ભાગી જતાં તેઓ નો આબાદ બચાવ થવા પામ્યો હતો. જીઇબી એ પરવાનગી વગર પંચાયત ની ઓરડી માં વીજ કનેક્શન બોર્ડ આપ્યા સિવાય વીજ વાયર નાખવામાં આવેલ હોય તેમજ વીજ વાયર ના છેડાં ખુલ્લા પડેલા હોય મારી ભેસ વીજ થાંભલા પર થી ઉતરતા ઈલેક્ટ્રીક કરંટ લાગવાથી મરણ પામી છે તેના માટે ગ્રામ પંચાયત કેસવાણ ના સત્તાધીશો જવાબદાર છે તેવા આક્ષેપો કેશવાણ ગામના પશુપાલક રાઠોડ હીરાબેન કાલિદાસ દ્વારા કરવામાં આવતા ચકચાર વ્યાપી જવા પામી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ









