ભરૂચ: મીની વાવાઝોડામાં શહેરનાઅનેક જગ્યાએ નુકશાન પહોંચ્યું, BJP ના જિલ્લા પ્રમુખ મદદે દોડી ગયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભયંકર વાવાઝોડુ આવવાથી ભરૂચ શહેરના અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય તથા છાપરાઓ ઉડવાના બનાવો બન્યા હતા.

જેની જાણ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીને થતા શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે ચકલા, કંસારવાડ, દરવાજા, કોટ વિસ્તાર દાંડિયા બજાર, આચારજીની ચાલ, મકતમપુર, કોર્ટ રોડ વગેરે વિસ્તારની મુલાકાત લઇ ડી.જી.વી. સી.એલ તેમજ ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડ કર્મચારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી સ્થળ પર સાથે ઉભા રહી કામગિરી કરાવી હતી.

તથા જ્યોતિનગર મહાદેવના મંદિર પાસે નંદી મહારાજનું આકસ્મિક મૃત્યુ થયું હતું. તેમને જી.સી.બી વડે યોગ્ય જગ્યાએ મોકલી અંતિમ વિધિ માટે તૈયારી કરાવી હતી.

સદ્દામ બી ભટ્ટી ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!