વાગરા તાલુકા માં આવેલ ચાંચવેલ ગામ ના ખેડૂતો ના ખેતરોમાં તૈયાર થયેલા ઊભા પાક માં ઑ.એન.જી.સી. જી.પી. ૩ અને ૩૮ ની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસ નું સંશોધન કરતી પાર્ટી થકી ખેડૂતોના ઊભા પાક માં નુકશાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ખેડૂતો એ ONGC વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વાગરા તાલુકા માં આવેલ ચાંચવેલ ગામ ની સીમ માં છેલ્લા કેટલાય દિવસો થી ખેડૂતો ના ઊભા પાક માં ઑ.એન.જી.સી સર્વે પાર્ટી દ્વારા ભેલાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો ચાંચવેલ ગામ ના ખેડૂતો એ કર્યા છે. ખેતી ની જમીન માં ખેડૂતો એ મહા મહેનતે કપાસ, તુવેર, મગ, મઠિયા, જુવાર, ઘઉં વિગેરે પાકોનું વાવેતર કર્યું હતું. ઑ.એન.જી.સી. ની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસ નું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઊભા પાક મા જુદી જુદી મશીનરી જેસીબી, પાણીના ટેન્કર , ગાડીઓ, ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વિગેરે ખેતરો માં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહામૂલા પાક ને વ્યાપક નુકશાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ચાંચવેલ ગામના ધરતીપુત્રો એ કર્યા છે.
ખેડૂતોએ અધિકારીઓ ને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને ન લીધી હોવાનું ખેડૂતો એ જણાવ્યું છે.ખેડૂતો ના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સમ્મતિ મેળવ્યા સિવાય ખેડૂતોના ઊભા પાક ના નુકશાની ના વળતર બાબતે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય પાક ની ઉપજ તથા જમીન ને ખોદકામ કરી ગંભીર નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે.વળતર ચુકવ્યા સિવાય એન.જી.સી. દ્વારા ગંભીર નુકશાન કર્યું હોઇ આ બાબતે ધરતીપુત્રો એ વાગરા મામલતદાર , પોલીસ સ્ટેસન તથા ઑ.એન.જી.સી અંકલેશ્વર ને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સદર અધિકારીઓ એ આંખ આડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકશાન કરવામાં આવ્યું હોવાની વાત ખેડૂતો એ જણાવી છે.

જો ખેડૂતો ની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ખેડૂતો ના છૂટકે ગાંધીચિંદ્યા માર્ગે આંદોલન કરશે.અને આંદોલન થી પણ તેઓ ના પ્રશ્ન નો નિકાલ નહીં આવે તો ના છૂટકે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ચાંચવેલ ગામના સલિમ હાજી સુલેમાન ભગત , ગુલામ હુશેન મહમદ , મુબારક અહમદ , મુબારક હશન એ આક્રોશ સાથે જણાવ્યુ હતું. વધુમાં તેઓ એ નિવેદનમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલા ઑ.એન.જી.સી. દ્વારા રિસરવે કરવા માટે ગ્રામ પંચાયત ખાતે મિટિંગ રાખવામા આવી હતી.

જેમાં ખેડૂતો એ કામ ચાલુ કરો પરંતુ જે વળતર આપે તે સાહેબો ને સાથે લાવો. ૨૦૧૬ માં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે નુકશાની નું વળતર ચૂકવી આપવા ખેડૂતોએ માંગ કરી હતી. પરંતુ તેઓની માંગ સ્વીકારવાને બદલે ખેડૂતો ના ખેતરોમાં આડેધડ કામ શરૂ કરી દેવાતા ખેડૂતો માં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જો ૨૦૧૬ મુજબ વળતર આપવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિનધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ના છૂટકે કોર્ટ રહે કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે તેમ ખેડૂતો એ જણાવ્યું હતું.

સૈયદ અમજદ (બાપુ)









