ભરૂચ જિલ્લા માં હોમીઓપેથી દિવસ નિમિત્તે યોજાયેલ ફ્રી નિદાન સારવાર કેમ્પનો સેંકડો લાભાર્થીઓ એ લાભ લીધો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચમાં મિશ્રશાળા ભોલાવ ખાતે હોમીઓપેથી દિવસ ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત તા. ૭ એપ્રિલે વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.

નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી ના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીઓપેથી દવાખાના(જનરલ હોસ્પિટલ, નબીપુર, પરીએજ, ઝનોર, ધરોલી, સિસોદરા, વાગરા, કારેલી, ગજેરા) ખાતે હોમીઓપેથી દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત તા.૭ થી તા.૧૦ એપ્રિલ સુધી વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પ, વર્કશોપ, આરોગ્ય જાગૃતિ વગેરે કાર્યક્રમો દ્વારા હોમીઓપેથી ના પ્રચાર પ્રસાર માટે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૭ એપ્રિલ ભરૂચના ભોલાવ ખાતે આવેલી મિશ્રશાળા ખાતે વિના મુલ્યે હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં દર્દીઓને નિ:શુલ્ક હોમીઓપેથી દવા, આરોગ્ય જાગૃતિ, યોગ કાર્યક્રમ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હોમિયોપેથી ના નિષ્ણાંત તબીબો ડો. રૂપલબેન, ડો. સોનાલીબેન તથા ડો. કેતનકુમાર દ્વારા ૩૧૧ દર્દીઓ ને તપાસી જરૂરી નિદાન તેમજ ૨૨૦થી વધુ લાભાર્થીઓ ને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં શું ધ્યાન રાખવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ ઇન્સ્ટ્રક્ટર વૈશાલીબેન શાહ (પરીએજ) દ્વારા સ્કૂલના ૧૬૦ થી વધુ બાળકો ને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. આમ આ કેમ્પમાં કુલ ૬૯૧ જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો.

તા.૯ એપ્રિલે સબ સેંટર વાગરા ખાતે સવારે ૯ થી બપોરે ૨ કલાક દરમિયાન નિદાન સારવાર કેમ્પ યોજાશે

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. આમ્રપાલીબેન પટેલ તથા ભોલાવ મિશ્રશાળા ના આચાર્ય અજીતભાઈ ગોહિલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તા.૮ એપ્રિલ ભીડભંજન હનુમાન મંદિર, હાંસોટ રોડ-અંકલેશ્વર તથા તા. ૦૯/૦૪/૨૦૨૫ સબ સેંટર વાગરા ખાતે સવારે ૯ થી બપોરે ૨ કલાક દરમિયાન નિદાન સારવાર કેમ્પનો લાભ મેળવી શકાશે. આથી જાહેર જનતાને બહોળા પ્રમાણમાં ઉકત કેમ્પ નો લાભલેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!